“એના એ જ છે”

એના છે

 

સરતા સમયના વહેણમાં સર્જન વિસર્જન સહેલ છે;

સદીઓથી આગળ કે પછી વ્યાખ્યા પ્રણયની છે.

 

કાતિલ નજર ઘાયલ હ્રદય પહેલી નજર પણ છે;

મીઠી વિરહની મુંઝવણ ગમગીનતા પણ છે.

 

ભેદ નાતો જાતના ધર્મોના ચક્કર છે;

ધનવાન ને નિર્ધન મહીં વચ્ચે દિવાલો છે.

 

છાના મિલન એકાંતમાં ભૂલોની ભાષા છે;

ઇન્સાફ કે અન્યાયના અંજામ એના છે.

 

ઇન્કાર કે ઇકરારના શબ્દો ઇશારા છે;

કો અમર કે હો અનામી આશિકો તો છે.

 

ઓઢી કફન પોઢી ગયા દિલથી દિવાના છે;

શાકી સુરાહી ને શમા પરવાના એના છે.

 

શબ્દો ગીતો સૂર ને સરગમ છે;

જ્યાં જ્યાંધુફારીજોય છે શાયર તો એના છે.

 

૦૨/૦૨/૨૦૦૨