“પચાવે છે“
ગમો ભેગા મળીને બંધનોથી કચકચાવે છે;
હ્રદયમાં એક પીડા વણકહી મોટી મચાવે છે.
ન કરવું કૌરવો સમ છે ને કરવું પાંડવો જેવા;
સદા નારદ બનીને મન મહાભારત રચાવે છે.
જવાની તો જતી‘તી પણ જીવન પર વેર વાળી ગઇ;
હવે ઘડપણ જીવનના મૂળ કેવા હચમચાવે છે.
નથી હોતા બધા માનવ કદી નર્તક સમાણા પણ;
પરિસ્થિતી છે નખરાળી સદા સૌને નચાવે છે.
જમાનાના બધા ઝેરો કદી ઘેરી વળે તો શું;
“ધુફારી“તો બધા ઝેરો હસી પી ને પચાવે છે.
૩૧/૧૨/૨૦૦૧
Filed under: Poem |
Leave a Reply