“નખરાળી“
એલી ગરબે રમવા આવજે રે ઓ નખરાળી
પેલા ઢોલીના તાલે રમજે રે ઓ નખરાળી
પછી એકતાળી ત્રણતાળી ચારતાળી
દઇને રમજે રે ઓ નખરાળી
પેલા ચંદુડાની હાટે જાજે રે ઓ નખરાળી
પેલા ચંદુડાની ચુંદડી લાવજે રે ઓ નખરાળી
પછી એકતાળી ત્રણતાળી ચારતાળી
દઇને રમજે રે ઓ નખરાળી
પેલા બાબુડાની હાટે જાજે રે ઓ નખરાળી
પેલા બાબુડાની બંગડી લાવજે રે ઓ નખરાળી
પછી એકતાળી ત્રણતાળી ચારતાળી
દઇને રમજે રે ઓ નખરાળી
પેલા જેંતીડાની હાટે જાજે રે ઓ નખરાળી
પેલા જેંતીડાના ઝાંઝર લાવજે રે ઓ નખરાળી
પછી એકતાળી ત્રણતાળી ચારતાળી
દઇને રમજે રે ઓ નખરાળી
પેલા કેશલાની હાટે જાજે રે ઓ નખરાળી
પેલા કેશલાનું કંકુ લાવજે રે ઓ નખરાળી
પછી એકતાળી ત્રણતાળી ચારતાળી
દઇને રમજે રે ઓ નખરાળી
પેલા મામધાની હાટે જાજે રે ઓ નખરાળી
પેલા મામધાની મહેંદી લાવજે રે ઓ નખરાળી
પછી એકતાળી ત્રણતાળી ચારતાળી
દઇને રમજે રે ઓ નખરાળી
૨૯/૧૦/૨૦૦૧
Filed under: Poem |
Leave a Reply