“કોને ખબર?”
આ પવન વંટોળ ક્યારે થઇ જશે કોને ખબર?;
સાથમાં ક્યાં ક્યાં અને શું લઇ જશે કોને ખબર?
પાંદડાઓ રાસડા જે લઇ રહ્યા છે ગેલમાં;
ક્યાં લઇ પછડાવશે પથરાવશે કોને ખબર?
ધૂળની ડમરી તણાં પડદા મહીં અટવાઇને;
આંધળા જણ કેટલા એમાં થશે કોને ખબર?
વાદળા યુધ્ધે ચડે ને વીજના તણખા ઝરે;
ક્યાં વળી વરસાદ પણ વરસાવશે કોને ખબર?
દૂરના ઓરા થશે નજદીકના આઘા જશે;
છે “ધુફારી” મધ્યમાં તો શું થશે કોને ખબર?
૨૮/૦૭/૨૦૦૩
Filed under: Poem |
Leave a Reply