“આંસુ“
બગાસુ આવતાં આવી ગયા‘તા આંખમાં આંસુ;
નથી ગમના કે ખુશીના છે અમસ્થા આંખના આંસુ.
સમયનું માન સાચવવા પ્રયત્નોથી નથી આવ્યા;
નજીવી વાત પર ઉભરી પડે છે આંખના આંસુ.
છે પસ્તાવો અમર ઝરણું થયો માનવ મહીં પાવન;
છતાં પણ લોક તો કહેતા મગરની આંખના આંસુ.
સદા છે છીપને આશા ફકત એક બુંદ વર્ષાની;
બને મોતી અમુલખ એ ગગનની આંખના આંસુ.
નથી આ નોંધપોથી શબ્દની કે કવિતાની;
“ધુફારી“ને જ લાગે છે કલમની આંખની આંસુ.
૦૬/૦૭/૨૦૦૨
Filed under: Poem |
Leave a Reply