“કાર્ગિલ“
છે નજર તારા પરે આ જગ તણી ઓ કાર્ગિલ;
દેશના બાંધવ તણી જો લાગણી ઓ કાર્ગિલ.
પાક પોતાને કહી નાપાક હરકતો જે કરે;
એને સબક શિખવાડશું મારી હણી ઓ કાર્ગિલ.
પ્રાંતમાં વહેંચાયલો છે દેશ તેથી શું થયું;
એકતાના દોરડા લીધા વણી ઓ કાર્ગિલ.
દુશ્મનો ઊભા ભલે હો મોલ જેવી હારમાં;
જો ધરી શમશેર તો લેશું લણી ઓ કાર્ગિલ.
હો ભલે તોફાન ધુમ્મસ બર્ફના વરસાદમાં;
હર વખત રહેશે સદા સૌ છાવણી ઓ કાર્ગિલ.
ભારતીના શીશપર સોહામણો તું શોભતો;
આ “ધુફારી“ની નજરમાં તું મણી ઓ કાર્ગિલ.
૨૮/૦૩/૨૦૦૧
Filed under: Poem | Leave a comment »