“ડરાવે છે“
ગમોથી ના ડરો નાહક તમોને એ ડરાવે છે;
ન કરવાના ઘણાં કામો તમારાથી કરાવે છે.
રહી છે દુશ્મનાવટ એમની ઝાઝી ખૂશી સાથે;
પલકમાં દૂર હડસેલી તમોને રોવડાવે છે.
કદી ઉન્માદથી ઇર્ષા થકી કે મોહમાયાથી;
સતાવા કાજ સાધન એ અનોખા આજમાવે છે.
ટ્કી શકતા નથી ક્યારે મનોબળ હો તમારામાં;
હસીને ઝુંઝનારાઓ હંમેશાથી હરાવએ છે.
“ધુફારી“ને ઘણા ગમ જિંદગીમાં ભેટતા આવ્યા;
હસીને આવકારીને પછી પાછા વળાવે છે.
૧૯/૦૫/૨૦૦૦
Filed under: Poem |
Leave a Reply