“ગણેલી છે“
ખુશહાલ જે પળ છે બધી વેઢે ગણેલી છે;
બાકી બધી ગમગીન તો દિલને હણેલી છે.
સેતુ બધા તૂટી ગયા ખંડેર ઊભા છે;
ચોપાસ બસ નજરે પડે ખીણો ખણેલી છે.
ક્યાં લાગણી પથરાયેલી પાપી જમાનાની;
બંધાયેલી છે હર દિશા જાળો વણેલી છે.
પાક્યા હતાં જે કણસલાં એ ચાડિયા પેટે ગયા;
બાકી રહેલા ઘાસની ભારી લણેલી છે.
જાવું હશે તો ક્યાં જવું અંધાર ઊંડા છે;
બારી નથી કે બારણાં ભીંતો ચણેલી છે.
ના શીખવો મુજને કશું બાઘો મને ધારી;
બુધ્ધી “ધુફારી“ની બધા શાસ્ત્રો ભણેલી છે.
૨૫/૦૩/૨૦૦૧
Filed under: Poem |
[…] “ ભણલ અઇ ” […]