“કાંચનું ઘર“
કાંચના ઘરમાં રહું છું પણ રહું છું મોજથી;
કાંચ વીધી આવતા તાપો સહું છું મોજથી.
પ્રેમથી હો તરબતર કે ગમોથી દુજતી;
શાયરીને શાયરી સમજી કહુ છું મોજથી.
હાથમાં લીધી કલમ તો શબ્દને શું શોધવા;
ઉર થકી ઉભરાય બસ એને લહું છું મોજથી.
ના કશું છાનું કે છપનું છે“ધુફારી“પાસ ક્યાં?
એટલે તો કાંચના ઘરમાં રહું છું મોજથી.
૦૫/૦૧૧/૨૦૦૦
Filed under: Poem |
Leave a Reply