“અચાનક“
ન ધાર્યા ભાગ્યના પાસા અચાનકથી પડી જાય;
કદી રાખી ન હો આશા અચાનકથી ફળી જાય.
કહે છે હાથ અવડેથી રખાતી ચીજ કે વસ્તુ;
જરૂરત હોય ના જ્યારે અચાનકથી મળી જાય.
ધધકતા રક્ત ભીંજેલું કલેવર જિંદગી માણે;
ચમનમાં મોજથી ફરતા અચાનકથી ઢળી જાય.
ઊભી છે ભાગ્યભામા હાથમાં કંકાવટી સાથે;
અડે ના આંગળી ભાલે અચાનકથી વળી જાય.
ઉમર છે ચાલતી ગાડી “ધુફારી” તો મુસાફર છે;
ખુદા મંઝીલથી પહેલાં અચાનકથી મળી જાય.
૨૯/૦૧/૨૦૦૧
Filed under: Poem |
Leave a Reply