“મોમાય”(કચ્છી)

મોમાય“(કચ્છી)

(રાગઃ દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયાં……)

 

દોહરોઃમયુરવાહિની શારદા તોજી વીણાજા તાર

       ઝુણકેતા જડે પ્રેમસે તડે પરગટે રાગ કેદાર

 

મેરૂં કર મોમાય માત મા તું ચાર ભુજાડી રે…….મેરૂં કર મોમાય

 

અખમેં અંજન મટમેં ખંજન ડરસણ તોજા મા દિલ રંજન;

સડ સુણધે તું બાલુડેજા ધોડે વારી રે()… … મેરૂં કર મોમાય

 

ખનકે કંગન ભેરા ચૂડા ઝમકે ઝાંઝર ભેરા તોડા;

ઝગમગ ચમકે ટંકલ હીરા જરિયન સાડી રે()… મેરૂં કર મોમાય

 

સાંઢડી હલધે ઘુઘરા ગુંજન સદાય સેવકજા ડુખ ભંજન;

સમરે તેંકે ભવસાગરમાં તારે વારી રે()… … મેરૂં કર મોમાય

 

ગામ રતડીયેમેં કુળડેવી ડાસ પરભુ તોકે નીત સેવઇ

સમરયા સડ તું ડીધી રોજે  સાંઢડીવારી રે () … મેરૂં કર મોમાય

 

૧૦/૦૪/૨૦૦૦

“અચાનક”

અચાનક

 

ધાર્યા ભાગ્યના પાસા અચાનકથી પડી જાય;

કદી રાખી હો આશા અચાનકથી ફળી જાય.

 

કહે છે હાથ અવડેથી રખાતી ચીજ કે વસ્તુ;

જરૂરત હોય ના જ્યારે અચાનકથી મળી જાય.

 

ધધકતા રક્ત ભીંજેલું કલેવર જિંદગી માણે;

ચમનમાં મોજથી ફરતા અચાનકથી ઢળી જાય.

 

ઊભી છે ભાગ્યભામા હાથમાં કંકાવટી સાથે;

અડે ના આંગળી ભાલે અચાનકથી વળી જાય.

 

ઉમર છે ચાલતી ગાડીધુફારીતો મુસાફર છે;

ખુદા મંઝીલથી પહેલાં અચાનકથી મળી જાય.

 

૨૯/૦૧/૨૦૦૧

“હ્રદયની આગ”

હ્રદયની આગ

 

હ્રદયની આગ પર રોટી નથી સેકી શકાતી;

હ્રદયની આગ ધારો પણ નથી ફેંકી શકાતી.

 

અરમાનો ભલે લાગે ગગનભેદી ઇમારત;

કદી જો તૂટવા લાગે નથી ટેકી શકાતી.

 

બની બનફૂલ ખીલી ઊર્મિઓ ચોતરફ તોયે;

ધુફારીતે છતાં સૌરભ નથી મ્હેકી શકતી.

 

જીવનમાં ભૂલ જે કીધી બધી પાષાણમાં લીપી;

હવે જો લાખ ચાહો પણ નથી છેકી શકાતી.

 

૨૯/૦૧/૨૦૦૧