“હું ગમું છું?”

હું ગમું છું?”

 

હયાતીથી જગત છે કે,જગતથી હયાતી છે;

જીવન મુજને રમાડે છે કે,જીવનથી હું રમું છું.

 

ધરા પોતે ભમે છે કે,કોએને ભમાવે છે;

જરા વિજ્ઞાનને પુછો,તો કહેશે હું ભમું છું.

 

જગતના તાતને થાળી,બતાવીને જમાડું છું;

વગાડી ઘંટડી થાળી,મહીંથી હું જમું છું.

 

નમન છે તન તણું કે,નમન મનડું કરાવે છે;

હવેતો ઇશને પુછું,તને સાથી નમું છું?

 

ગમા કે અણગમાની વાત ના કરશોધુફારીને;

નથી લલના મળી કો‘,પુછનારી હું ગમું છું?

 

૩૦/૦૩/૨૦૦૭

“એકાંતમાં”

એકાંતમાં

 

જાતને મળવું પડે છે,હરઘડી એકાંતમાં;

સામના કરવો પડે,એનો લડી એકાંતમાં.

 

ધાક ધમકી ખૂન યા તો,અપહરણ થાતાં બધા;

માનવી અટવાય જ્યારે,એકલો એકાંતમાં.

 

યાદ કેરી જાળમાંથી,છુટવું મુશ્કેલ છે;

ઘેરસે તમને બધી,ભેગી મળી એકાંતમાં.

 

છે અજબ કાનુન એવો,વણલખેલો જગ મહીં;

ઇશ હો કે પ્રેમદા સૌ,કોમળે એકાંતમાં.

 

કલ્પનાના વ્યોમમાં,વિહારના આનંદમાં;

કો ગઝલ સર્જેધુફારી“,વિહરતા એકાંતમાં.

 

૩૦/૦૩/૨૦૦૭

“કરામત છે”

કરામત છે

 

હતાં અંકુર જ્યાં આવ્યા,કરામત છે કુદરતની;

ના ખિલ્યા ને કરમાયા,કરામત છે કુદરતની.

 

ભુલી જાવા ચાહ્યા ગમને,ડૂબીને મય સમંદરમાં;

વધુ ગમગીન થઇ બેઠા,કરામત છે કુદરતની.

 

વધી અનહદ વ્યથા જ્યારે,નયન ઉભરાઇ ચાલ્યાને;

અહમના બંધથી રોક્યા,કરામત છે કુદરતની.

 

તમારી ચાહ ના પામ્યા, પામ્યા ના કદી તમને;

તમારી યાદમાં જીવ્યા,કરામત છે કુદરતની.

 

અપેક્ષાઓ કરી જેણે,ઉપેક્ષાઓ સદા પામ્યા;

વગર માંગે ઘણા પામ્યા,કરામત છે કુદરતની.

 

સશક્તોને જતાં જોયા,અકાળે જગતથી જાતા;

ઉંમર વેંઢારતા રોગી,કરામત છે કુદરતની.

 

નથી કહેવુંધુફારીને,નથી અફસોસ કરવાનો;

મજેથી જિંદગી માણી,કરામત છે કુદરતની.

 

૩૦/૦૬/૨૦૦૬

 

 

‘સ્પંદન”

સ્પંદન

(રાગઃ ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં….)

 

આવ સખી તું બેસને પાસે વાત કહું હું મનની,

દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …

 

દુષિત થયેલી આંખો મારી ચાર દિશામાં ફરતી,

શુન્ય તણાં પાર જવાનો નિષ્ફળ પ્રયાસ કરતી;

હરએક પળ ઉભરાતી લ્હેરો આછેરા કંપનની,

દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …

 

વિચાર કેરા ચક્રવ્યુહમાં મન મારૂં આથડ્તું,

અંત અને આરંભનો તંતુ શોધુ છતાં મળતું;

મુજને છે બસ એક આશા તારા અવલંબનની,

દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …

 

મારા દિલની વાતો કહેવા શબ્દો ઓછા લાગે,

સ્પર્શ અને આંખો પ્રશ્નનો ઉત્તર દેવા માગે;

ધુફારીની હાલત બસ સમજે તું માનેલા સાજનની,

દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …

 

૦૧/૦૫/૨૦૦૬

“જીયણ”(કચ્છી)

જીયણ“(કચ્છી)

 

જીયણજો ચક્કર ફરેતો,જાણે ફરેતો ગરીઓ;

લફી વેને તું ફરને,જી લફે કાગરીઓ.

 

બોલપેનજા પગ થીંધે ને,પેનજી મા મરી વઇ;

કલમજી ટાંક તૂટી પઇ,ખાલી થઇ વ્યો ખડીઓ.

 

ત્રાંમો પતર કંજો વકણી,લોજા વાસણ આણ્યા;

પતરાળી કે વા ખણી વ્યો,અન ભેગો વ્યો પડીઓ.

 

બભોંઇ વઇ ને ત્રભોંઇ ભેરી,કરઇ કડાં લફી વઇ;

વલાયતી વલાત વ્યા ,ક્યાંથી લજધો નરીઓ.

 

સતમાળજા મનાર ખડક્યાં,તેં મથે આગાસી;

સોસાયટીજે જંગલમેં ચો,ક્યાંનું લજધો ફરીઓ.

 

ડોરબેલ ધરવાજા ખોલે,સંગર કડાં ખુખડે;

પુછેધુફારીકત વઇ તાડી,ને કતવ્યો આગરીઓ.     

 

૨૦/૦૪/૨૦૦૬

“તરાજી પારતે”(કચ્છી)

તરાજી પારતે“(કચ્છી)

 

હલો અજ હલી ને વ્યોં તરાજી પારતે;

ભુતડા ઉત ફોલેને ખ્યોં તરાજી પારતે.

 

જુવાનીઆ ભેરા થીએં ખલીને ખીખાટીએ;

સંજાજો મેડો કર વે થ્યો તરાજી પારતે.

 

માઇતર જેડા વે જુકો હલીતા મડ સગે;

હથજો ટેકો ઇનીકે ડ્યો તરાજી પારતે.

 

અતીતજી આંગર જલેને થોડો પાં હલો;

જાધ કરીયું માડુ જુકોવો ચ્યોં તરાજી પારતે.

 

ભુજકે હમીસરકે આઉં સુંઞણા નતો;

ધુફારીકે જરા હુભ ડ્યો તરાજી પારતે.

 

૧૮/૦૪/૨૦૦૬

“વા વરે”(કચ્છી)

વા વરે“(કચ્છી)

 

વા વરે એડી પુઠ ડઇ સગો ડ્યો;

નકાં લગધો અભમાંથી અચી પટ પ્યો.

 

આંજે હથજી ગાલ વઇ સે ટાણે અંઇ ક્યોં

પોય ચોજા થીધલ વોસે અચ્ી ને થ્યો.

 

ચોજા કરમ કચલી અન થકી થ્યો;

અભ તુટે કે અઘડિ ડીણી એડો કડે થ્યો.

 

એડે નરકે કડે પુછજા હી ભલા કીં થ્યો;

ધુફારીચેં આંકે નડધા અંઇ જભાભ ડ્યો.

 

૧૭/૦૪/૨૦૦૬

“ચમનમાં”

ચમનમાં

 

લીંબડાની ડાળ હાલે ફૂલ ચંપાના ખરે;

રેતનો ઢગલો ચડીને કાબરો એમાં તરે.

 

વાયરાની ફૂંક લાગે ને પવન હેલે ચડે;

ધુળની ડમરી મહીંના કાંકરાઓ ખડખડે.

 

ભાણને ગુસ્સો ચડે ને આભથી લાલી ખરે;

બીક્માં બીધેલ ચાંદો ઉગતા પીળો પડે.

 

રાતથી લડવા ભલેને દીવડા નાના બળે;

તે છતાં તિમીર એનાથી ડરીને થરથરે.

 

ચીબરી જો ક્યાંય બોલે કાગડા યુધ્ધે ચડે;

માંડ જંપેલું કબુતર ને જરકલી તરફડે.

 

ગીત કોકીલા કરેને ભ્રમર પણ નાદે ચડે;

રાસ રમવા કાજ આવી આગિયા ટોળે વળે.

 

જોધુફારીને ચમનમાં બધું દેખાય છે;

હાથમાં દેખી કલમ કાગળો કાં ફડફડે?

 

૦૮/૧૨/૨૦૦૫

“સમયની વાત કર”

સમયની વાત કર

 

એકાંતમાં માશુક મળે એવા સમયની વાત કર;

આવ્યા પછી સંધ્યા ઢળે એવા સમયની વાત કર.

 

હર રોમથી ફૂટી કરી ખુશ્બુ ભરે આગોશને;

આલિંગતા વીટી વળે એવા સમયની વાત કર.

 

છલકાય સુરા આંખથી સાગર તણી ભરતી સમી;

પીધા વગર દિલને ચડે એવા સમયની વાત કર.

 

પ્રશ્નો હ્રદયથી ઉદભવે ને સ્પર્શથી પુછાય ;

મૌનને ભાષા મળે એવા સમયની વાત કર.

 

દિપક પ્રકાશે પ્રેમના ચોપાસ દિલ અજવાળતા;

હર એક બિંદુ ઝળહળે એવા સમયની વાત કર.

 

સુનકારમાં ઝનકાર જાગે ને ભરે સંગિતને;

પ્રિયાધુફારીને મળે એવા સમયની વાત કર.

 

૨૩/૧૧/૨૦૦૫

“સ્વપ્ન સુંદરી”

સ્વપ્ન સુંદરી

 

સ્વપ્ન સુંદરી જાગતા ક્યાંથી મળે;

તો તો બધા ઇચ્છા કરે લાગે ગળે.

 

પર્વત શિખર કુદતી નીચે જતી;

કો સરિતા નગ ઉપર પાછી વળે.

 

અંગાર જો કદી શશી અંગે ઝરે;

યા તો રવિ જઇ ઉગતો અસ્તાચળે.

 

જ્વાળા અગન શીતળ બને સુખદાયની;

ઝાકળ તણાં કણ કણ મહીં અગ્નિ બળે.

 

જો વિષ હળાહળ જિંદગી આપી જશે;

તો પય તણાં સેવનથી માનવ ઢળે.

 

ના આંખ આડા કાન કેદી થઇ શકે;

ચાહેધુફારીસુંદરી ક્યાંથી મળે.

 

૨૩/૧૧/૨૦૦૫