“લાલ રાખું છું“
તમાચો ગાલ પર મારી વદનને લાલ રાખું છું;
મદીરા કંઠમાં ધારી અડગ મુજ ચાલ રાખું છું.
ગમો ઊંડાણમાં ધરબી સમાધી મેં ચણી લીધી;
બનાવી બાગ ચોપાસે હરખનો ફાલ રાખું છું.
ગયેલી હાથથી બાજી કદી તાજી નથી કરતો;
નથી કહેતો નથી ફરતો અજાણી કાલ રાખું છું.
નથી પરવાનગી કો‘ને મળું છું હું જ જ્યાં મુજને;
અનામત એ જગા કેરી સલામત ચાલ રાખું છું.
નથી લોકો કદી કો‘ને અમનથી જીવવા દેતાં;
સમયની ચાલની સામે “ધુફારી” ઢાલ રાખું છું.
૧૪/૧૨/૧૯૯૯
Filed under: Poem |
Leave a Reply