“મરજી તમારી છે”

મરજી તમારી છે

 

ભલે ના વાત મારી માનો કે કહ્યું મરજી તમારી છે;

સમજજો ના કશું બાકી રહ્યું મરજી તમારી છે.

 

જાણે કેટલી વાતો હસીને ટાળતા આવ્યા;

કદી એકાદ માનો મેં કહ્યું મરજી તમારી છે.

 

ચાહું કોઇપણ અહેસાન ખાતર વાતને માનો;

તમારા દિલ તણું માનો કહ્યું મરજી તમારી છે.

 

હશે પળ અનેરી ને અનોખી જિન્દગાનીની;

કબુલો સત્ય જે સાબિત થયું મરજી તમારી છે.

 

નથી કહેતો કશું બીજું તમોને ખૂબ ચાહ્યા છે;

ધુફારીનું કબુલી લો કહ્યું મરજી તમારી છે.

 

૧૪/૦૭/૧૯૯૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: