“નોંધપોથી“
ચમનમાં ફૂલની ચાદર ખસેડી કંટકો વેરી;
અમારા હાથથી લીધી અનેરી ચોટ આ ઘેરી.
હતાં જ્યાં વૃક્ષ વાવેલાં તજી એ રાજમાર્ગોને;
અમે આનંદની ખાતીર અટુલી કો‘ધરી કેડી.
હતાં મિત્રો બધા મીઠા અને આનંદ દેનારા;
તફાવત પામવા ખાતર અમે ઊભા કર્યા વેરી.
જરા અણસારના આવ્યો અને ગફલત કરી બેઠા;
સજા મોટી મળી એની હતી એ ભુલ નાનેરી.
ટકોરા મારતી આવી તકો હરએક અમ દ્વારે;
ઉગાડી ના શક્યા દ્વારો ધકેલી છેક આગેરી.
હવે પૂરી થવામાં છે અમારી નોંધપોથી પણ;
લખેલી છે “ધુફારી“ની સદાયે યાદ દેનારી.
૨૯/૦૩/૨૦૦૧
Filed under: Poem |
Leave a Reply