“જોતો રહ્યો“
ઊર્મિઓના તારલા ખરતા સતત જોતો રહ્યો;
દોડતું મન ઝીલવાને એ રમત જોતો રહ્યો.
જિન્દગાની રંગભૂમિ ખેલ જે દેખાડતી;
હું અદબ બીડી કરીને હર વખત જોતો રહ્યો.
ઘણ અનુભવના મને ઘડતા રહ્યા શિખ્યો ઘણું;
ને છતાં પણ લાગતી ક્યાં ક્યાં અછત જોતો રહ્યો.
શું લખ્યું છે ભાગ્યમાં એ કોઇ ના વાંચી શકે;
ક્યાંયથી જો હાથ લાગે કો‘ લખત જોતો રહ્યો.
આ “ધુફારી” જિન્દગી છે જે ગણો સારી બુરી;
મોત સાથે ચાલતી એની લડત જોતો રહ્યો.
૧૪/૦૨/૧૯૯૯
Filed under: Poem |
Leave a Reply