“કાગળ“
ઉડીને ક્યાંકથી આવ્યો મળ્યો છે કોઇનો કાગળ;
હવાનો વેગ લઇ આવ્યો જડ્યો છે કોઇનો કાગળ.
લખેલો કોણે અને કોને અકળ છે એ ન સમજતું;
હજુ આ મેજ પર મારી પડ્યો છે કોઇનો કાગળ.
ગુલાબી રંગ છે એનો અને અત્તર લગાડેલો;
છે ભાષા મધ ભરેલીથી ગળ્યો છે કોઇનો કાગળ.
છે અક્ષરો મોતીઓ જેવા બહુ ઘૂટી લખેલા છે;
“ધુફારી” કોઇ તો પૂછે જડ્યો છે કોઇનો કાગળ.
૧૦/૧૦/૧૯૯૯
Filed under: Poem |
Leave a Reply