“કરે લોકો“
ચમનમાં ફૂલ બદલે કંટ્કો વાવ્યા કરે લોકો;
તમોને ભેટ ધરવા કાજ એ લાવ્યા કરે લોકો.
સુધ્નવા હું નથી અથવા નથી પ્રહલાદનો દવો;
છતાં ખટરાગ કેરા તેલમાં તાવ્યા કરે લોકો.
ગણીને શર્કરા મીઠી ચગળવા ચાર બાજુથી;
ડરાવીને કદી ધમકી દઇ ચાવ્યા કરે લોકો;
સગા સમજી સબંધી કે બની મિત્રો સદા હસતાં;
સ્વંયનો લાભ મેળવવા સદા આવ્યા કરે લોકો.
“ધુફારી” આંગળી આપે પકડશે હાથનું કાંડું;
સમજદારી વરતશો જો નહીં ફાવ્યા કરે લોકો.
૧૭/૦૨/૧૯૯૯
Filed under: Poem |
Leave a Reply