“અવકાશ બાકી છે“
ગમોથી દિલ ભરેલામાં હજુ અવકાશ બાકી છે;
સમાવી લઉ ગમો તારા હજુ અવકાશ બાકી છે.
મને તારો ગણે છે તો હજુ કયાં કંઇક ખૂટે છે;
હ્રદયને પણ હ્રદય સાથે હજુ વિશ્વાસ બાકી છે.
કદી આ હાથ ઝાલીને ભરેલાં બે કદમ સાથે;
ત્રિભેટે એ ગયા છુટી હજુ આભાસ બાકી છે.
સમય વીતી ગયેલાને તમસમાં હું રહ્યો જોતો;
ગયો વિખરાઇ અજવાળે હજુ આભાસ બાકી છે.
જગત કેરી થપાટોથી ઘડાયું છે હ્રદય એવું;
છતાં પણ દિલ “ધુફારી“માં હજુ કુમાશ બાકી છે.
૧૬/૦૭/૧૯૯૮
Filed under: Poem |
Leave a Reply