“અજંપો“
અજંપાને જ પંપાળી રહ્યો છું કેમ શા માટે?;
લઇને ગોદમાં ફરતો રહ્યો છું કેમ શા માટે?.
કદી એકાંતમાં બેસી અજંપાને જ ખંખેરૂં;
મળે છે વેગ બમણાથી ન જાણું એમ શા માટે?.
કદી જાગે અનુકંપા કદી ગુસ્સો અજંપા પર;
નથી સમજી શકાતું આ છતાં પણ રહેમ શા માટે?.
ગયા છે હાથ પણ થાકી નથી આ ભાર સહેવાતો;
નથી મુકી શકાતું ક્યાં પણ એ વ્હેમ શા માટે?.
હશે અસ્તિત્વ મારૂં જ્યાં કશે એ ત્યાં હશે સાથે;
“ધુફારી” જાણવું મારે થયો આ પ્રેમ શા માટે?.
૨૨/૦૨/૧૯૯૯
Filed under: Poem |
[…] “અસુખ” […]