“ચોરવા દેજો“
તમારી આંખનું કાજળ મને બસ ચોરવા દેજો;
ભલે જળ ઝાંઝવા કેરા મને બસ ચોરવા દેજો.
હતી જે ડાળ કરમાઇ હવે અંકૂર ફૂટ્યા છે;
કરે છે એ અપેક્ષાઓ મને બસ મોરવા દેજો.
મને ભય એ સતાવે છે છબી માશુક કેરીનો;
નજર પરથી ખસે પહેલાં મને બસ દોરવા દેજો.
ભલેને પાનખર આવે ભલેને ફૂલ કરમાતું;
અરજ છે એટલી એની મને બસ ફોરવા દેજો.
ન જાણે કેટલી જાગી ગુજારી રાત આંખોમાં;
“ધુફારી” એટલું ચાહે મને બસ ઘોરવા દેજો.
૧૩/૦૭/૧૯૯૮
Filed under: Poem |
Leave a Reply