“ઓળખ“
ઉત્સવો આવે અને ઉજવાય છે;
મનપટલ પર યાદ બસ સચવાય છે.
મન કદી ના કોઇપણ બાંધી શકે;
ના જતો કહેશો તહીં અટવાય છે.
આયખું ખૂટી રહ્યું જાણ્યા છતાં;
વર્ષગાંઠે માનવી હરખાય છે.
ના ભરાતો પેટનો ખાડો કદી;
ત્યાં બધું ભરખી જનારી લ્હાય છે.
ચાંદલો કરવા ચહે લક્ષ્મી કદી;
એ જ ટાણે મુખવદન ધોવાય છે.
બડે બડે છે કસમય જે માનવી;
તે ખરૂં ટાણું મળે શરમાય છે.
વાપરો પૂજા મહીં કે કેશમાં;
વૃક્ષપરના ફૂલ પણ કરમાય છે.
નામ હો પ્રભુલાલ તેથી શું થયું?
એ “ધુફારી” નામથી ઓળખાય છે.
૧૩/૦૭/૧૯૯૮
Filed under: Poem |
Leave a Reply