“ઓળખ”

ઓળખ

 

ઉત્સવો આવે અને ઉજવાય છે;

મનપટલ પર યાદ બસ સચવાય છે.

 

મન કદી ના કોઇપણ બાંધી શકે;

ના જતો કહેશો તહીં અટવાય છે.

 

આયખું ખૂટી રહ્યું જાણ્યા છતાં;

વર્ષગાંઠે માનવી હરખાય છે.

 

ના ભરાતો પેટનો ખાડો કદી;

ત્યાં બધું ભરખી જનારી લ્હાય છે.

 

ચાંદલો કરવા ચહે લક્ષ્મી કદી;

ટાણે મુખવદન ધોવાય છે.

 

બડે બડે છે કસમય જે માનવી;

તે ખરૂં ટાણું મળે શરમાય છે.

 

વાપરો પૂજા મહીં કે કેશમાં;

વૃક્ષપરના ફૂલ પણ કરમાય છે.

 

નામ હો પ્રભુલાલ તેથી શું થયું?

ધુફારીનામથી ઓળખાય છે.

 

૧૩/૦૭/૧૯૯૮

“ચોરવા દેજો”

ચોરવા દેજો

 

તમારી આંખનું કાજળ મને બસ ચોરવા દેજો;

ભલે જળ ઝાંઝવા કેરા મને બસ ચોરવા દેજો.

 

હતી જે ડાળ કરમાઇ હવે અંકૂર ફૂટ્યા છે;

કરે છે અપેક્ષાઓ મને બસ મોરવા દેજો.

 

મને ભય સતાવે છે છબી માશુક કેરીનો;

નજર પરથી ખસે પહેલાં મને બસ દોરવા દેજો.

 

ભલેને પાનખર આવે ભલેને ફૂલ કરમાતું;

અરજ છે એટલી એની મને બસ ફોરવા દેજો.

 

જાણે કેટલી જાગી ગુજારી રાત આંખોમાં;

ધુફારીએટલું ચાહે મને બસ ઘોરવા દેજો.

 

૧૩/૦૭/૧૯૯૮

“મુશાયરો”

મુશાયરો

 

મુશાયરામાં આજ તો મિત્રો બધા ભેગા થયા;

આનંદવાને આજ તો મિત્રો બધા ભેગા થયા.

 

શબ્દો થકી શબ્દો વડે શબ્દો તણાં સંગાથમાં;

કાવ્ય કહેવા કાજ તો મિત્રો બધા ભેગા થયા.

 

શાયર લખે ને કોઇપણ ના સાંભળે એવું બને;

અવકાશ દેવા આજ તો મિત્રો બધા ભેગા થયા.

 

મારી શરત બસ એટલી કે કાવ્યમાં બોલે બધા;

કરવા અહીં આગાઝ તો મિત્રો બધા ભેગા થયા.

 

લાવોધુફારીહાથ જાલી ને અહીં મહેફિલ મહીં;

જોવા નવો અંદાઝ તો મિત્રો બધા ભેગા થયા.

 

૦૮/૦૭/૧૯૯૮

“જિન્દગાની છે”

જિન્દગાની છે

 

નથી બીજું કશું પણ જિન્દગાની જિન્દગાની છે.

ઘડેલી રૂપરેખા ના છતાં પણ જિન્દગાની છે.

 

બધે ઉપવન મહીં ફૂલો ઉગળતા પંચરંગી છે;

મહેક રંગીન ના જોઇ છતાં પણ જિન્દગાની છે.

 

કદી એકાંતમાં ગાતી સરિતા સાંભળી જોજો;

નથી લીપી શબ્દોની છતાં પણ જિન્દગાની છે.

 

ધુફારીવ્યોમના ખગ તો વિહરતા આભમાં ઉચે;

નથી સીમા તણાં બંધન છતાં પણ જિન્દગાની છે.

 

૨૦/૦૬/૧૯૯૮