“ફેલ છે“
જિન્દગી તો બે ઘડીનો ખેલ છે;
સહેલ થોડું ને વધુ મુશ્કેલ છે.
મહેલ કાજે જે દિવાલો તેં ચણી;
આજ એ પુરવાર થયેલી જેલ છે.
જે કમાયો તે ઉડાવ્યું કેફમાં;
ધન ગણેલું હાથ કેરો મેલ છે.
જીવ જાતો હોય બીજાનો ભલે;
છે સમજ તારી અરે આ ગેલ છે.
તું ભલે માને સફળ તુજને છતાં;
પણ “ધુફારી“ના હિસાબે ફેલ છે.
૨૧/૦૩/૧૯૯૮
Filed under: Poem |
Leave a Reply