“અછાંદશ–૨“
નગોના નગરમાં
કોક્રીટવનની
એક ઊંચી ડળીએ
બેસણું છે મારૂં
આભના અતિથિ
એવા કાળા વાદળોને
પુલકિત થઇને પુછું
પ્રસ્થાન કરેલ ક્યાંથી
ત્યાં સુધીમાં
અવળચંડો પવન
ધકેલે છે એમને
વ્યથિત વાદળોની
આંખ છલકી ને
ટપકેલી બે બુંદ
મારા ગાલને ભીંજવે છે
જાણે હું રડ્યો
સૂર્ય દોડે છે
એ આંસુ પકડવા
પણ
મેં મારી આંગળીથી
એને ઘસીને
મારી ત્વચામાં
કેદ કરી લીધેલ છે
સદાને માટે
જેના સ્પંદન હું
હર પળ અનુભવું છું.
૨૭/૦૩/૧૯૯૭ ૧૪.૪૫
Filed under: Poem |
Leave a Reply