“અછાંદશ-૨”

અછાંદશ

 

નગોના નગરમાં

કોક્રીટવનની

એક ઊંચી ડળીએ

બેસણું છે મારૂં

આભના અતિથિ

એવા કાળા વાદળોને

પુલકિત થઇને પુછું

પ્રસ્થાન કરેલ ક્યાંથી

ત્યાં સુધીમાં

અવળચંડો પવન

ધકેલે છે એમને

વ્યથિત વાદળોની

આંખ છલકી ને

ટપકેલી બે બુંદ

મારા ગાલને ભીંજવે છે

જાણે હું રડ્યો

સૂર્ય દોડે છે

આંસુ પકડવા

પણ

મેં મારી આંગળીથી

એને ઘસીને

મારી ત્વચામાં

કેદ કરી લીધેલ છે

સદાને માટે

જેના સ્પંદન હું

હર પળ અનુભવું છું.

 

૨૭/૦૩/૧૯૯૭ ૧૪.૪૫

“અરજ સુણી”(કચ્છી)

અરજ સુણી“(કચ્છી)

 

અરજ સુણી રખો ચરણમેં ડાસ

મન મોહ્યો મુરલીધર એડો,નત ડરસણજી આસ… …અરજ સુણી

 

મોહજે બાવે ઝારે વચમેં અટવાણું અગનાન;

રાત લગેતી કારી તેમેં પખડ્યો પરકાસ… … … … અરજ સુણી

 

સુગરા થઇવ્યા સુજીવન જેંકે ડનો ગુરૂજી ગનાન;

જગતગુરૂ હીન નુગરેજી સુણી ગનો અરધાસ … …અરજ સુણી

 

પાપ પુંઞજા લેખા જોખા બુજા નતો ભગવાન;

હથ જોડેને ડાસ પરભુ ચેં મેર કર્યો અવિનાસ. … … …અરજ સુણી

 

૨૧/૦૩/૧૯૯૮

“અછાંદશ”

અછાંદશ

 

કોઇ અર્ધીરાતના

ઝબકીને જાગી જાઉ છું

કુદરતી આવેગથી

કે

કોઇ બીજા કારણે

મન મનસ્વી થાય છે

સ્પંદનો સમજાય ના

યા કદાચિત

કો દુઃખદ્ હો યા સુખદ્

સ્વપ્નનો ઓથાર

પણ

હોય કારણ ભૂત તો

બસ

કહું છું એટલું

સ્વપ્ન જે જડતા મને

યાદ ના રહેતા કદી.

 

૨૫/૦૩/૧૯૯૮ ૨૩.૪૫

 

“ફેલ છે”

ફેલ છે

 

જિન્દગી તો બે ઘડીનો ખેલ છે;

સહેલ થોડું ને વધુ મુશ્કેલ છે.

 

મહેલ કાજે જે દિવાલો તેં ચણી;

આજ પુરવાર થયેલી જેલ છે.

 

જે કમાયો તે ઉડાવ્યું કેફમાં;

ધન ગણેલું હાથ કેરો મેલ છે.

 

જીવ જાતો હોય બીજાનો ભલે;

છે સમજ તારી અરે ગેલ છે.

 

તું ભલે માને સફળ તુજને છતાં;

પણધુફારીના હિસાબે ફેલ છે.

 

૨૧/૦૩/૧૯૯૮