“શું કરૂં?”
લોક શું કહેતા હશે એની ફિકરમાં હું મરૂં;
લોક તો કહેતા નથી કંઇ હું જીવું કે હું મરૂં.
જિન્દગી આખી ગઇ બસ એ જ ચીંતાઓ મહીં;
આજ સમજાયું બધું તો શો અરથ ને શું કરૂં?.
જેમને ચાહ્યા હતાં ના એમનો હું થઇ શક્યો;
એમની અવહેલના થાતી રહી પણ શું કરૂં?.
મેં હતું ચાહ્યું જીવન એ કલ્પનામાં રહી ગયું;
પાર પસ્તાવા તણોના આજ એનું શું કરૂં?.
જે થયું છ તે બધું તારા જ કારણથી થયું;
આ “ધુફારી“ને કહો ના ભાગ્ય એવું શું કરૂં?.
૦૮/૦૨/૧૯૯૮
Filed under: Poem |
Leave a Reply