“વાતો જવાદો“
ગમા અણગમાની વાતો જવાદો;
મધુરીને રાખો ને કડવી જવાદો.
છે નફરત મહોબ્બત પરસપર સહેલી;
ગમે તેને રાખો ને અડવી જવાદો.
તમારા તરફથી મળેલી છે નફરત;
કશી પણ ના ફરિયાદ કરવી જવાદો.
મેં ધોળીને પીધી છે નફરત તમારી;
વિવાદો એ કરવી ન કરવી જવાદો.
સમયના સહારે ખજાના રહેના;
છે નફરત ખજાનો ઠલવી જવાદો.
“ધુફારી“ને આશા છે નફરત તમારી;
પલટશે પ્રણયમાં નહીતર જવાદો.
૧૪/૦૨/૧૯૯૮
Filed under: Poem |
Leave a Reply