“બ્યો કમ કેડો”(કચ્છી)

બ્યો કમ કેડો“(કચ્છી)

(રાગઃ મૈં દેખું જીસ ઓર સખીરી… …)

 

તું નવરો પ્યો મુરલી વજાયેં.બ્યો કમ કેડો કાનુડા()

 

પંઢજે મ્વાડે ગોંયુ ચરેત્યું,સંજા થીંધે પાછી વરેત્યું;

પંઢ પંઢજે ખૂંટે બંધાજી(),ખીર ડીએંત્યું રૂપાળા … … બ્યો કમ

 

અભરી સસ નિત ડેતી મેંણા,ડેર જેઠ જલીએ જેણાં;

ઘરવારો ને ભેણ મલીને(),નિત કરીએતા હોબાળા. …બ્યો કમ

 

ઘરજા કમ વારેને ઊંધા,છડ્યા છોરા ઘરમેં રૂંધા;

ગોં વટ ગાભા ગાભી છોડે(),ધોડાં તો વટ છોગાળા. …બ્યો કમ

 

મુરલીજો હી કેડો જાધુ,જીયણ અકારો કર રાંધુ;

ડાસ પરભુ ચે ગોપી થઇને(),નેરે ડીં હકડો નખરાળાબ્યો કમ

 

૦૭/૦૫/૧૯૯૭

“વાતો જવાદો”

વાતો જવાદો

 

ગમા અણગમાની વાતો જવાદો;

મધુરીને રાખો ને કડવી જવાદો.

 

છે નફરત મહોબ્બત પરસપર સહેલી;

ગમે તેને રાખો ને અડવી જવાદો.

 

તમારા તરફથી મળેલી છે નફરત;

કશી પણ ના ફરિયાદ કરવી જવાદો.

 

મેં ધોળીને પીધી છે નફરત તમારી;

વિવાદો કરવી કરવી જવાદો.

 

સમયના સહારે ખજાના રહેના;

છે નફરત ખજાનો ઠલવી જવાદો.

 

ધુફારીને આશા છે નફરત તમારી;

પલટશે પ્રણયમાં નહીતર જવાદો.

 

૧૪/૦૨/૧૯૯૮

“પ્રેમજા પુજારી”(કચ્છી)

પ્રેમજા પુજારી“(કચ્છી)

 

પ્રેમજા પુજારી વેંતા,પ્રેમજા ભંડારી વેંતા;

પ્રેમજા ભીખારી વેંતા,પ્રેમજા જુગારી વેંતા.

 

પ્રેમજા પુજારી વેંતા,પ્રેમ તા મણીમેં ડશે;

પશુ પખી વે માડુ,માલક મણીંમેં વસે;

પ્રેમજી આય પુજા એડી,અનકે કોય રસે;

પ્રેમ ઇત હેમ વેંતો, નતા કસોટી ઘસે.

 

પ્રેમજા ભંડારી વેંતા,પ્રેમજી લાણી કરે;

જીયણથી હારલજા,હીયા વઠા હુભ ભરે;

હેમથ સે હથ ડીંતા,જીયણજી વાટ ટરે;

નેણ ઇની ડસો,પ્રેમ વીણ કીં તરે.

 

પ્રેમજા ભીખારી જુકો,પ્રેમ વીણ હીયા ઠલા;

પ્રેમજ સબડ કેડા, ઇત ચેતી મુજી બલા;

સમજણ વેતી એડી,આઉં નકા આય અલા;

કડેંક ભુખ નર,હથે કરે ખેંતા ખલા.

 

પ્રેમજા જુગારી વેંતા,જીયણ જો જુગાર રમે;

ગમે એડી વીપત વે,અનકે ખલીને ખમે;

પ્રેમ લા ચો સીંધ સૈ વંઞે લમે;

ધુફારીચે પ્રેમ લાય,ચો સતવાર નમે.

 

૧૩/૦૧/૧૯૯૮

“શું કરૂં?”

શું કરૂં?”

 

 

લોક શું કહેતા હશે એની ફિકરમાં હું મરૂં;

લોક તો કહેતા નથી કંઇ હું જીવું કે હું મરૂં.

 

જિન્દગી આખી ગઇ બસ ચીંતાઓ મહીં;

આજ સમજાયું બધું તો શો અરથ ને શું કરૂં?.

 

જેમને ચાહ્યા હતાં ના એમનો હું થઇ શક્યો;

એમની અવહેલના થાતી રહી પણ શું કરૂં?.

 

મેં હતું ચાહ્યું જીવન કલ્પનામાં રહી ગયું;

પાર પસ્તાવા તણોના આજ એનું શું કરૂં?.

 

જે થયું તે બધું તારા કારણથી થયું;

ધુફારીને કહો ના ભાગ્ય એવું શું કરૂં?.

 

૦૮/૦૨/૧૯૯૮