“ભાષા”

ભાષા

 

એક ભાષા મૌન કેરી હોય છે;

છટા નોખી અનેરી હોય છે.

 

વાદળાઓ સૂર્યને ઢાંકી શકે;

કોરની આભા રૂપેરી હોય છે.

 

કો વિકટ રસ્તે વહે ઝરણાં ભલે;

તે છતાં કલકલ મધુરી હોય છે.

 

બોલતી કોકિલ સદા સંતાઇને;

જ્યાં ઘટા ઝાઝી ઘનેરી હોય છે.

 

મોર રૂપાળો રહ્યો છે વાનથી;

પણ કળા સૌથી અનેરી હોય છે.

 

હોય છોને વન મહીંના ફૂલ પણ;

ફોરતી સૌરભ અનેરી હોય છે.

 

ધુફારીછો રહ્યો લખતો ગઝલ;

કોઇ એમાં પણ અનેરી હોય છે.

 

૦૮/૦૧/૧૯૯૮

2 Responses

 1. ‘ધુફારી‘ એટલે ?

  • ભાઇશ્રી અખિલ
   હું સલ્તનત ઓફ ઓમાનમાં ૧૯૬૮માં નોકરી માટે આવ્યો ત્યારે આજ પ્રદેશ સલ્તનત ઓફ મસ્ક્ત એન્ડ ઓમાન તરિકે ઓળખતો હતો.આજે એ ઓમાનનું એક સીટી સલાલાહ તરિકે ઓળખાય છે એ ત્યારે ધુફાર તરિકે ઓળખાતો હતો.કવિ બન્યા પછી તખ્ખલુસની વાત આવી એટલે છ વરસ
   ધુફારમાં કાઢ્યા પછી મારા મોટા શેઠ પાસે મારી ઓળખણ ધુફારવાળોવાળો હતી એટલે ધુફારવાળો =ધુફારી જે અપનાવી લીધું.
   અસ્તુ,
   પ્રભુલાલ “ધુફારી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: