“ભાષા”

ભાષા

 

એક ભાષા મૌન કેરી હોય છે;

છટા નોખી અનેરી હોય છે.

 

વાદળાઓ સૂર્યને ઢાંકી શકે;

કોરની આભા રૂપેરી હોય છે.

 

કો વિકટ રસ્તે વહે ઝરણાં ભલે;

તે છતાં કલકલ મધુરી હોય છે.

 

બોલતી કોકિલ સદા સંતાઇને;

જ્યાં ઘટા ઝાઝી ઘનેરી હોય છે.

 

મોર રૂપાળો રહ્યો છે વાનથી;

પણ કળા સૌથી અનેરી હોય છે.

 

હોય છોને વન મહીંના ફૂલ પણ;

ફોરતી સૌરભ અનેરી હોય છે.

 

ધુફારીછો રહ્યો લખતો ગઝલ;

કોઇ એમાં પણ અનેરી હોય છે.

 

૦૮/૦૧/૧૯૯૮