“સાંભળેલી વાત છે“
હોય છે એકાંત વરવું સાંભળેલી વાત છે;
બંધનો છોડીને ખરવું સાંભળેલી વાત છે.
આંખની ખુલ્લી અટારી ને બધે સુનકાર છે;
કે તમસ લીસાથી સરવું સાંભળેલી વાત છે.
કાળમાં ધરબાયેલી ગાથા ફરીથી ખોલવી;
ઉત્તરો આપ્યા જ કરવું સાંભળેલી વાત છે.
કોઇપણ હોતું નથી જ્યાં સાથમાં સંગાથમાં;
નગ્નતા જોતા જ ડરવું સાંભળેલી વાત છે.
લોક તો નિંદા કરે જાણે “ધુફારી” વાતને;
સ્વ નજરમાં રોજ મરવું સાંભળેલી વાત છે.
૦૧/૦૧/૧૯૯૮
Filed under: Poem |
Leave a Reply