“પ્રેમમાં“
એ હતો આશિક પડેલો પ્રેમમાં;
ક્યાં ગયો પણ એ અચાનક પ્રેમમાં.
એ છબી લાવ્યો હતો ને દાખવી;
એ જ છે જેના પડેલો પ્રેમમાં.
દાખવ્યા સંદેશ પોતાને લખી;
ડાકઘરથી એ જડેલા પ્રેમમાં
પુષ્પ ગુચ્છો દાખવી સોગાદ પણ;
જન્મદીનો પર મળેલા પ્રેમમાં.
જૂઠનો પાયો કદી હોતો નથી;
ના ટકે નાટક ઘડેલા પ્રેમમાં.
આ “ધુફારી” જો કહે તો શું કહે?;
જાતને ઠગતા રહેલા પ્રેમમાં.
૨૮/૧૨/૧૯૯૭
Filed under: Poem |
Leave a Reply