“પાનખર“
પાનખરમાં પાન જે ખરતાં નથી;
જિન્દગીમાં એ કદી ડરતાં નથી.
આંખ મીચી ચાલવા લાગ્યા પછી;
જોઇ પાછા આવવા ફરતાં નથી.
સમય કેરા સાગરે કુદયા પછી;
એ છે મરજીવા કદી મરતાં નથી.
ઉર મહીં આનંદની સરિતા વહેઃ
એ કદી નિશ્વાસ પણ ભરતાં નથી.
કો પ્રસંસા કે કદી નિંદા કરે;
વાત એની કાન પર ધરતાં નથી.
છે હ્રદય એક ફૂલ એવું માનતા;
કોઇના દિલ ઠોકરે ધરતાં નથી.
છે “ધુફારી” ખાતરી બસ એટલી;
કો નકામું કામ એ કરતાં નથી.
૨૯/૧૨/૧૯૯૭
Filed under: Poem |
[…] “મરજીવા” […]