“ચોંધાવા”(કચ્છી)

ચોંધાવા“(કચ્છી)

(રાગઃ ચાંદ સી મહેબુબા હો મેરી….)

 

હાલ ડસીને રોજ મલીને,યાર મડે ઇં ચોંધાવા;

પ્રેમજો રોગ લગીવ્યો તોકે,યાર મડે ઇં ચોંધાવા.

 

મસ્ત ભનીને રોજ ફરાં,કડેં યારેમેં ધીલધારેમેં;

જે ભાગ ભગીચેમેં,ધરિયાજે નયજે આરેમેં()

તોકે ડઠી ધીલ થ્યો ઘાયલ,યાર મડે ઇં ચોંધાવાપ્રેમજો

 

મન મોર ભનીને નાચ કરે,કડેં કોયલજો કુકાર કરે;

તુરંગ તરામેં મન મુંજો,નત રોજ બુડે ને રોજ તરે()

મુંજી ફરીવઇ ધુનિયા એડી,યાર મડે ઇં ચોંધાવા… ….પ્રેમજો

 

કસેં રાતવરાતમેં જાગીપાં,કડેં ધોરે ડીં મેં સોણા લજે;

મન થઇને મણીધર ડોલેતો,જડેં પ્રેમજી મૌવર મનમેં વજે()

ચેતોધુફારીહીયોં હેરાણો,યાર મડે ઇં ચોંધાવા… ….પ્રેમજો

 

૦૬/૦૧/૧૯૯૮

“મડઇ”(કચ્છી)

મડઇ“(કચ્છી)

 

અય મડઇ મુંજી મઠી તોકે સલામ;

નીંગરી કચ્છજી મઠી તોકે સલામ.

 

પગપખારે રોજ મેરમણ જડાં;

વાણ ધંગી પ્યા તરે તેંકે સલામ.

 

જાધ તોજી ધીલ ધરે પરડેશમેં;

પ્રેમસે વાવડ ડીએ તેંકે સલામ.

 

ફૂલ કંઢા કખ ભલે તોમેં થીએ;

વાસરો ઉનતા અચે તેકે સલામ.

 

જન મટીજા માડુઆ ખેલે ખલક;

સર ચડાંયા મટી તેંકે સલામ.

 

કચ્છજે નર મ્યાં અચે કચ્છજી સુગંધ;

હીધુફારીતો કરે તેંકે સલામ.

 

૦૪/૦૧/૧૯૯૮   

“સાંભળેલી વાત છે”

સાંભળેલી વાત છે

 

હોય છે એકાંત વરવું સાંભળેલી વાત છે;

બંધનો છોડીને ખરવું સાંભળેલી વાત છે.

 

આંખની ખુલ્લી અટારી ને બધે સુનકાર છે;

કે તમસ લીસાથી સરવું સાંભળેલી વાત છે.

 

કાળમાં ધરબાયેલી ગાથા ફરીથી ખોલવી;

ઉત્તરો આપ્યા કરવું સાંભળેલી વાત છે.

 

કોઇપણ હોતું નથી જ્યાં સાથમાં સંગાથમાં;

નગ્નતા જોતા ડરવું સાંભળેલી વાત છે.

 

લોક તો નિંદા કરે જાણેધુફારીવાતને;

સ્વ નજરમાં રોજ મરવું સાંભળેલી વાત છે.

 

૦૧/૦૧/૧૯૯૮

“મોરલી મધુરી”(કચ્છી)

મોરલી મધુરી“(કચ્છી)

(રાગઃ કનૈયા તોરે મંદિરોમેં દીપ જલે…)

 

મોહન તોજી મોરલી મધુરી વજે();

વજે..મોહન તોજી મોરલી મધુરી વજે.

 

સુરજી સુરતા એડી લગી વઇ,

નાદ ગગનમેં ગજે();

ગજે..મોહન તોજી મોરલી મધુરી વજે.

 

જોગી જટાડા ને સંત સૂફીનર,

નીત નીત તોકે ભજે();

ભજે..મોહન તોજી મોરલી મધુરી વજે.

 

તીરથ તીરથ ગોત થીએતી,

સમરથ કે તું લજે()

લજે..મોહન તોજી મોરલી મધુરી વજે.

 

હથ જોડે પોય ડાસ પરભુ ચે

મેર તું મું તે કજે();

કજે..મોહન તોજી મોરલી મધુરી વજે.

 

૩૧/૧૨/૧૯૯૭ 

“મલકાઇજા”

મલકાઇજા

 

એક પળ છોડી બધું ને તું જરા મલકાઇજા;

છે તકો બહુ જૂજ સમજી તું જરા મલકાઇજા.

 

દુઃખ તણા ઓથારને પણ તું જરા અળગો કરી;

કો ખુશીની પળ મળે તો તું જરા મલકાઇજા.

 

જગતને જીતવાની એક ચાવી છે મળી;

વળે જીતી કરીને તું જરા મલકાઇજા.

 

જીવન છે જીવવાનું તું હસે અથવા રડે;

તો પછી રડવું તજીને તું જરા મલકાઇજા.

 

ધુફારીદોસ્તને રડતા કદી જોયા નથી;

બસ જરા દોસ્ત સાથે તું જરા મલકાઇજા.

 

૩૦/૧૨/૧૯૯૭

“પાનખર”

પાનખર

 

પાનખરમાં પાન જે ખરતાં નથી;

જિન્દગીમાં કદી ડરતાં નથી.

 

આંખ મીચી ચાલવા લાગ્યા પછી;

જોઇ પાછા આવવા ફરતાં નથી.

 

સમય કેરા સાગરે કુદયા પછી;

છે મરજીવા કદી મરતાં નથી.

 

ઉર મહીં આનંદની સરિતા વહેઃ

કદી નિશ્વાસ પણ ભરતાં નથી.

 

કો પ્રસંસા કે કદી નિંદા કરે;

વાત એની કાન પર ધરતાં નથી.

 

છે હ્રદય એક ફૂલ એવું માનતા;

કોઇના દિલ ઠોકરે ધરતાં નથી.

 

છેધુફારીખાતરી બસ એટલી;

કો નકામું કામ કરતાં નથી.

 

૨૯/૧૨/૧૯૯૭

“આવ્યા પછી”

આવ્યા પછી

 

રોજ મયખાના મહીં આવ્યા પછી;

ચેન છે આરામ છે આવ્યા પછી.

 

એક આલમ છે અનોખો એટલે;

ના કશી દરકાર અહીં આવ્યા પછી.

 

મય તણો આશિક હું છું એટલે;

રોજ માશુકને મળું આવ્યા પછી.

 

બધા મયપ્રેમીઓ મારા સગા;

ને વળી છે સ્નેહીઓ આવ્યા પછી.

 

હોય છેડો ઘર ભલે ધરતી તણો;

ભાસતો બકવાસ અહીં આવ્યા પછી.

 

જીવતા મયકશ ચહે બસ એટલું;

મોત મયખાને મળે આવ્યા પછી.

 

રાત રંગીન હોય છે મયકશ તણી;

વાત રંગીન હોય અહીં આવ્યા પછી.

 

દ્વાર પર આવીધુફારીશોધતો;

કોમળે શાયર અહીં આવ્યા પછી.

 

૨૮/૧૨/૧૯૯૭

“મોટા હોય છે”

મોટા હોય છે

 

રૂપના ભંડાર મોટા હોય છે;

બાળતા અંગાર મોટા હોય છે.

 

વાતમાં ના માલ હો તો શું થયું?

વાતના ચકચાર મોટા હોય છે.

 

સોળ શણગારે સજાવેલી બધી;

તુચ્છના બાઝાર મોટા હોય છે.

 

મન તણો કો વહેમ જેને નોતરે;

ભય તણાં ઓથાર મોટા હોય છે.

 

છો કટક આવી ચડે પણ ના ડ્ગે;

કર્મ કેરા માર મોટા હોય છે.

 

ભવ્ય ભાસે ના ઇમારત તે છતાં;

તેહના મિનાર મોટા હોય છે.

 

નાધુફારીએકલો મસ્કત મહીં;

યારના વહેવાર મોટા હોય છે.

 

૨૮/૧૨/૧૯૯૭

“પ્રેમમાં”

પ્રેમમાં

 

હતો આશિક પડેલો પ્રેમમાં;

ક્યાં ગયો પણ અચાનક પ્રેમમાં.

 

છબી લાવ્યો હતો ને દાખવી;

છે જેના પડેલો પ્રેમમાં.

 

દાખવ્યા સંદેશ પોતાને લખી;

ડાકઘરથી જડેલા પ્રેમમાં

 

પુષ્પ ગુચ્છો દાખવી સોગાદ પણ;

જન્મદીનો પર મળેલા પ્રેમમાં.

 

જૂઠનો પાયો કદી હોતો નથી;

ના ટકે નાટક ઘડેલા પ્રેમમાં.

 

ધુફારીજો કહે તો શું કહે?;

જાતને ઠગતા રહેલા પ્રેમમાં.

 

૨૮/૧૨/૧૯૯૭