“શ્રધ્ધાંજલી“*
આમ માની ના શકાતી વાત છે;
તે છતાં પણ એ હકિકત વાત છે.
ચાલતી મહેફિલ છોડી કેમ તેં?
પ્રશ્ન એ અધ્ધર રહ્યાની વાત છે.
જે કલાનું વૃક્ષ તેં વાવ્યું હતું;
છાયડે બેસાડવાની વાત છે.
ખુદ ઉપર હસવું કંઇ સહેલું નથી;
એ જ તો રડતા જનોમાં વાત છે.
મોતનો ઉપહાસ તું કરતો રહ્યો;
જિન્દગીને માણવાની વાત છે.
યાદ તારી ઉર મહીં રહેશે સદા;
આ “ધુફારી” વણકહેલી વાત છે.
૨૫/૧૨/૧૯૯૭
*મારા પ્રિય અને અંતરંગ મિત્ર સ્વ.હરસુખ સોદાગરને
Filed under: Poem |
Leave a Reply