“કોણ છો?”
ના તમે પુછી શકો કે કોણ છો?;
એમને એ પુછનારા કોણ છો?
એમને કૌભાંડ કરવા છુટ છે;
એમનો હક ઝુંટનારા કોણ છો?
ચુંટ્ણી વખતે વિચારી ના શક્યા;
ને હવે ઉઠાડનારા કોણ છો?
મંત્ર ગાંધીના ભલે ભુલ્યા અમે;
યાદ એની આપનારા કોણ છો?
તોડવા માટે વચન તો હોય છે;
એ વચન સંભારનારા કોણ છો?
રાજ પોપાંબાઇનું ચાલે બધે;
એહને અટકાવનારા કોણ છો?
આખલા ધણખૂંટ કે ઉંદર અમો;
રૂપ ધરતા રોકનારા કોણ છો?
સીમ બાજુ ખેંચતા રહેશું સતત;
ગામ બાજુ ખેંચનારા કોણ છો?
બસ “ધુફારી” પુછશે તો જોઇશું;
એમનો મત આપનારા કોણ છો?
૨૫/૧૨/૧૯૯૭
Filed under: Poem |
Leave a Reply