Posted on November 20, 2008 by dhufari
“કોણ છો?”
ના તમે પુછી શકો કે કોણ છો?;
એમને એ પુછનારા કોણ છો?
એમને કૌભાંડ કરવા છુટ છે;
એમનો હક ઝુંટનારા કોણ છો?
ચુંટ્ણી વખતે વિચારી ના શક્યા;
ને હવે ઉઠાડનારા કોણ છો?
મંત્ર ગાંધીના ભલે ભુલ્યા અમે;
યાદ એની આપનારા કોણ છો?
તોડવા માટે વચન તો હોય છે;
એ વચન સંભારનારા કોણ છો?
રાજ પોપાંબાઇનું ચાલે બધે;
એહને અટકાવનારા કોણ છો?
આખલા ધણખૂંટ કે ઉંદર અમો;
રૂપ ધરતા રોકનારા કોણ છો?
સીમ બાજુ ખેંચતા રહેશું સતત;
ગામ બાજુ ખેંચનારા કોણ છો?
બસ “ધુફારી” પુછશે તો જોઇશું;
એમનો મત આપનારા કોણ છો?
૨૫/૧૨/૧૯૯૭
Filed under: Poem | Leave a comment »
Posted on November 20, 2008 by dhufari
“આઝાદ“
ભારતી આઝાદ થઇ તો શું થયું?
થઇ વધુ બરબાદ બીજું શું થયું?
રાજવીઓ રાજ તો છોડી ગયા;
ચોરટા આબાદ બીજું શું થયું?
આશમાં જીવી રહેલી જે પ્રજા;
છે નિરાશાવાદ બીજું શું થયું?
કો બિલાડી ટોપ જેવા પક્ષનો;
રાજ ઝિંદાબાદ બીજું શું થયું?
વાળ પણ વાંકો ન એનો થઇ શકે;
ક્યાં કરો ફરિયાદ બીજું શું થયું?
રાત અર્ધીમાં થયા આઝાદ પણ;
કોણ રાખે યાદ બીજું શું થયું?
નેજવું કરતો “ધુફારી” જોય છે;
કોઇ મળે આપવાદ બીજું શું થયું
૨૫/૧૨/૧૯૯૭
Filed under: Poem | Leave a comment »
Posted on November 20, 2008 by dhufari
“શ્રધ્ધાંજલી“*
આમ માની ના શકાતી વાત છે;
તે છતાં પણ એ હકિકત વાત છે.
ચાલતી મહેફિલ છોડી કેમ તેં?
પ્રશ્ન એ અધ્ધર રહ્યાની વાત છે.
જે કલાનું વૃક્ષ તેં વાવ્યું હતું;
છાયડે બેસાડવાની વાત છે.
ખુદ ઉપર હસવું કંઇ સહેલું નથી;
એ જ તો રડતા જનોમાં વાત છે.
મોતનો ઉપહાસ તું કરતો રહ્યો;
જિન્દગીને માણવાની વાત છે.
યાદ તારી ઉર મહીં રહેશે સદા;
આ “ધુફારી” વણકહેલી વાત છે.
૨૫/૧૨/૧૯૯૭
*મારા પ્રિય અને અંતરંગ મિત્ર સ્વ.હરસુખ સોદાગરને
Filed under: Poem | Leave a comment »
Posted on November 20, 2008 by dhufari
“કવિ“
હસે હામ હૈયે વિચરવા વિકટના;
વહે પૂર ઘોડા સરિતા કે તટના.
જગતમાં વસે ના બધે બેસુરાઓ;
મધુરા સુરો પણ વસે છે ગટકના.
ભલે હોય પ્યાલા મધુના છલકતાં;
ખરી મોજ આપે બે ટીપા ચટકના.
ખરા ખેલદિલના મળે ના કો મિત્રો;
મળી જાય કરતા સલામો લટકના.
ખલકનો બધો ભાર લઇને વિચરતા;
હતા તો એ શ્વાનો સરકતા શકટના.
કવિ તો કવિ છે એ કાચા કે પાકા;
ફકત બસ મળે ના “ધુફારી” અટકના.
૨૨/૧૨/૧૯૯૭
Filed under: Poem | Leave a comment »
Posted on November 20, 2008 by dhufari
“આળસ મહીં“
કોણ જાણે શી મજા આળસ મહીં;
આળસુઓ રાચતા આળસ મહીં.
કામ તો એ ખુદ કશું કરતા નથી;
અન્યને પણ ખેંચતા આળસ મહીં.
પેટ ભુખ્યું હોય પણ પરવા નથી;
માંગવા ના એ જતાં આળસ મહીં.
ચોતરફ હો આગ બળબળ્તી છતાં;
ઠારવા ના માંગતા આળસ મહીં.
વ્હેંત છેટું મોત જોતા ના ડરે;
નાસવા ના એ જતાં આળસ મહીં.
આ “ધુફારી” વાત પણ કોની કરે;
જ્યાં ફરક ના પાડતા આળસ મહીં.
૨૨/૧૨/૧૯૯૭
Filed under: Poem | Leave a comment »
Posted on November 20, 2008 by dhufari
“કુરો ગાલ” (કચ્છી)
(રાગઃતુમ્હે યાદ હોગા કભી હમ મિલેથે….)
કુરો ગાલ થઇને કેર કેં હી જાધુ;
કુરો થ્યો મુંજારો ને કુરો અઇ મુરાધુ… …કુરો ગાલ
વછેરા નજરજા કડાં ફેરીએ તો;
આય ગોત કેજી કેંકે નેરીએતો(૨)…. … ..કુરો ગાલ
સુંઞ મંજાનું કેડા તોકે સડ સુજેતા;
ધોરે ડીં જો કેડા સોણલા લજેતા(૨)… … .કુરો ગાલ
કડેં તું ખલેંતો કડેં કખ થીએતો;
ધલાસા તું કેડા તોકે તું ડીએતો(૨)… … ..કુરો ગાલ
“ધુફારી” રખે તું ધીવાનો કરીને;
અંઞા પણ કુછીપો પાછો તું ફરીને(૨). … કુરો ગાલ
૨૬/૦૪/૧૯૯૭
Filed under: Kachchhi | Leave a comment »
Posted on November 20, 2008 by dhufari
“ફુરસદ મળે“
આયનો જોતાં તને જો બે ઘડી ફુરસદ મળે;
યાદ તું કરજે મને જો બે ઘડી ફુરસદ મળે.
આયનો જો છોડશે તો કેશને પસવારસે;
કાંસકો ફરતો હશે જો બે ઘડી ફુરસદ મળે.
કાંસકાને પરહરીને દેહને પંપાળશે;
આંખ મીંચી એકલી જો બે ઘડી ફુરસદ મળે.
દેહ કેરૂં ધ્યાન છોડી હસ્તરેખા વાંચશે;
યા નખો જોયા કરે જો બે ઘડી ફુરસદ મળે.
આ “ધુફારી” જાણતો તારા વલણ કેવા હશે;
તું ન જાણે ખુદ ચહ શું જો બે ઘડી ફુરસદ મળે.
૦૭/૦૧/૧૯૯૭
Filed under: Poem | Leave a comment »
Posted on November 20, 2008 by dhufari
“રંગ હથમેં”(કચ્છી)
(રાગઃ રંગ બરસે ભીગે ચુંનરીઆ……)
સાંખીઃ રંગ હથમેં ખણીને હોરી રમો રંગ હથમેં…..હો
ઉડાયો અભીલ ગુલાલ
રંગ્યો અભકે લાલમલાલ…હો…સજણ
મુંજા સાજણા….હો
રંગ હથમેં ખણીને હોરી રમો રંગ હથમેં(૩)
કારી કુંવારી કે પીળી ભનાયું(૨)
ગોરીકે લાલમલાલ સોંજી કરે મખમેં… … .રંગ હથમેં
ભંગ ઘુંટાયો ને પ્રેમે પીરાયો(૨)
પીયે ન ઉનકે ધરાર ખણી કરે ખખમેં.. …રંગ હથમેં
હોજ ભરાયો ને રંગ ઘોરાયો(૨)
પોય કર્યો વેંજાર જલે કરે બખમેં. .. … …રંગ હથમેં
ભંગ ગુલાભી ને રંગ ગુલાભી(૨)
અંધરલઠ ચે “ધુફારી” તરે કખ કખમેં. … .રંગ હથમેં
૧૬/૦૪/૧૯૯૭
Filed under: Kachchhi | 4 Comments »