“કાચો હીરો”(૪)

“કાચો હીરો”(૪)    
(ગતાંકથી ચાલુ)

    એક્સલવર્લ્ડમાંથી પાછા આવ્યા બાદ મેં આખી રાત ખૂબ વિચાર કર્યા.મારો વિચાર પપ્પાના ડાયમંડના વેપારમાં પડવાનો ન્હોતો.મને જેમોલોઝીમાં જાજી સમજણ ન્હોતી પડતી પણ આખરે મેં નિર્ણય કરી લીધો અને બીજા દિવસે હું મદ્રાસ જમુકાકાને ત્યાં જવા રવાનો થઇ ગયો.
      હું મદ્રાસ જઇ કોટન સીલેકશન શિખ્યો.કાકાની જ મીલમાં સાદા કપડામાં પોતાની જાત છુપાવીને દિવસના અઢાર અઢાર કલાક કામ કરીને મીલના દરેકે દરેક ખાતામાં જઇને દરેક કામ શિખ્યો.ઓઇલર અને મેકેનિક તરિકે પણ કામ કર્યુ અને એક વરસની સખત મહેનત કરીને લગભગ બધા પાસાથી મહિતગાર થઇ ગયો,જેથી કોઇ પણ મને ઊંઠા ન ભણાવી જાય.
      ફરી એક વખત મુંબઇ આવ્યો.પપ્પા પાસેથી દસ લાખ ઉધારા લીધા અને તે પણ એ શરતે કે જો પાછા ન આપી શકું તો મારા વારસામાં મળનાર હિસ્સાનો એક ભાગ સમજી લેવો.મદ્રાસમાં જ એક માંદી મીલના મલિક સાથે વાટાઘાટ કરી.એના બધા એકાઉન્ટ તપાસ્યા અને પછી ભગીદારીમાં ચાલતી કરી બે વરસ મારી દેખરેખમાં ચલાવી પછી ભાગીદારને મારો હિસ્સો લઇ સોંપી દીધી.ફરી મુંબઇ આવ્યો અને એક બંધ મીલ સાવ પાણીના ભાવે મળી ગઇ.બંધ મીલના બધા એકાઉન્ટ તપાસતાં ખબર પડી કે,પર્ચેસ અને સેલ્સ મેનેજરો એ જ મીલને ફાળચામાં નાખી હતી.મેં બધો નવો સ્ટાફ એપોઇન્ટ કર્યો અને મીલને મારી રીતે ફરી ચાલતી કરી.આજે યશવંતમીલનો હું
માલિક છું.વરલી સિ-ફેઇસ પર મારો બંગલો છે.એક નીશાન ગાડી અને એક લક્ઝરી વેન છે અને આજે તારી બહેન છાયા મારી અર્ધાગિની છે.”
“ગયા શનિવારે છાયાના પપ્પા ભાગચંદભાઇના ઘેર ગયો અને છાયાના હાથની માંગણી કરી કહ્યું જુઓ હું છાયાને પસંદ કરૂં છું અને તેણીને પણ હું પસંદ છું.મને પરણવા જ આટલો વખત કુંવારી રહી છે.તમે હા પાડો તો આવતીકાલે મારી મમ્મી પપ્પાને વીધીસર વાત કરવા મોકલું,તેમણે કહ્યું ઘણી ખુશીથી.ઘેર આવીને મમ્મી પપ્પાને કહ્યું હું છાયાને પરણવા માગું છું છાયાના પપ્પા પણ રાજી છે,મારા માવિત્રો છો અને આમન્યા જળવાય એટલે વિધિસર છાયાનો હાથ માંગવા ભાગચંદભાઇને મળી આવજો.પપ્પાએ કંઇ રિસ્પોન્સ ન આપ્યો પણ એમની આંખ મને પુછી રહી હતી કે,નહિતર એટલે મેં કહ્યું નહિતર હું મૂહુર્ત જોવડવી આવ્યો છું અને આવતાં સોમવારે આર્યસમાજ વિધિથી હું છાયાને પરણી જઇશ અને મેં કહ્યું અને ધાર્યું હતું તેમજ થયું”
      અમારી બધી વાત ટેરૅસ પરના બોગનવેલિયાની ઘટા પાછળ ઊભા રહીને સાંભળતા માધુભા બહાર આવ્યા ને છાયાના માથા પર હાથ રખી કહ્યું
“અખંડસૌભાગ્યવતી રહે દીકરી,તેં તો તારા પ્રેમથી મારા કાચા હીરાને પહેલ પાડી અમુલખ બનાવી દિધો”
     નત મસ્તક ઊભેલી છાયા જ્યારે પાલવ માથા પર મુકીને માધુભાના ચરણ સ્પર્શ કરવા વળી ત્યારે છાયાને ખભેથી પકડીને ઊભી કરી,તેણીનું માથું સુંઘી,કપાળ ચુમી માથા પર હાથ રાખી કહ્યું
“જીવતી રહે ડિકરી….જીવતી રહે દિકરી…જી…વ..તી..” એમ બોલતાં ધોતિયાના છેડાથી આંખો લુછતાં જતાં માધુભાને અમે જોઇ રહ્યા,માધુભા જેવી જ ભીની આંખોથી.(સંપૂર્ણ)

“કાચો હીરો”(૩)

“કાચો હીરો”(૩)
(ગતાંકથી ચાલુ)

       રિસિપ્શન પુરૂં થઇ ગયું હતું,થોડાક એકાંત ખુણામાં ઊભા રહી છાયા અને યશવંત હાથમાં પ્લેટ પકડી ડિનર લઇ રહ્યા હતાં,વેલ વિશરનો જમેલો ગયો એટલે હું મારી પ્લેટ લઇને તેમની પાસે પહોંચી ગયો.
“હા…ય! સુમન,હજી ગુસ્સામાં છો?”
“નહી..તો?”
“તો જરા ગંભીરતા છોડી હસ ભાઇ”છાયાએ કહ્યું
“પણ…આમ…અચાનક એક કેમ થયા?”
“લગ્ન કરીને ભાઇ!…સાત ચોરી ફેરા ફર્યો છું ..નહી છાયા?”
“હા…ને”
“બસ…બસ…હવે બહુ ચિબાવલી નહી થા”
“ઓ…કે”
“મને ખબર છે બધા લગ્ન ચોરી ફેરા ફરી ને જ કરે છે”
“તો…?”યશવંતે છાયાને આંખ મારી
“આટલા સુધી વાત પહોંચી ને મને જ ખબર પડવા ન દીધી…?’
“ભોગ તારા”
“વિભા બહેન બધું જાણે છે”છાયાએ કહ્યું
“તેણીએ તો કોઇ દિવસ વાત નથી કરી”
“હ…શે..”
“બન્ન છુપા રૂસ્તમ નિકળ્યા”
“હં….”બન્ને મારા સામું જોઇ હસ્યા.
“પણ મને કહોતો ખરા કે આ બધું ક્યારે ને કેમ કર્યું”મેં ખીજમાં કહ્યું
“જો સુમન આ બહુ લાંબી અને રસિક વાત છે,આ ઝમેલામાં એ વાત કરવાની મજા ન આવે અને ડીનર પછી મારી લકઝરી વેનમાં  હનીમુન માટે અમે મહાબળેશ્વર જઇ રહ્યા છીએ.વાત જાણવાની બહુ જ તાલવેલી હોય તો અમારી સાથે ચાલ રસ્તામાં વાત કરીશું.વી ડોન્ટ માઇન્ડ”
“ના બાબા કબાબમાં હડ્ડી બનવાનો મને બહુ શોખ નથી અને તેમાં પણ તમારા જેવા જસ્ટ મેરીડ કપલમાં તો બિલકુલ નહી જ.”
“સમજદાર છે નહી?”યશવંતે છાયાને કહ્યું
“તો શું?મારા ભાઇને બુધ્ધુ સમજો છો?”છાયાએ મારા માથા પર હાથ ફેરવતાં કહ્યું
“બસ બસ બહુ ચાપલુસી કરવાનું રહેવા દે અને બહુ ચીબાવલી મ થા”મેં હાથ હટાવતાં કહ્યું
“……”મારી સામે જોઇ બન્ને હસ્યા.
“બુધ્ધુ જ બનાવ્યો મને બન્ને ભેગા થઇને બીજુ શું?”
“જો સુમન ત્રણ દિવસ પછી અમે મહાબળેશ્વરથી પાછા આવીશું ત્યારે હું તને ફોન કરીશ ત્યારે ઘેર આવજે,તને આરંભથી પૂર્ણાહુતી સુધી ની  બધી હકિકત કહીશ”
“યશવંત તારી વેન આવી ગઇ”યશવંતના પપ્પા માધુભાએ વાત કાપતાં કહ્યું અને અમારા સામે એક માપક નજરથી જોતાં જતાં રહ્યા કેમ જાણે અમે સૌ રીમાન્ડ પર લીધેલા ગુન્હેગાર હોઇએ.
“ઓ.કે.યશવંત ઓ.કે છાયા વીસ યુ બોથ હેપ્પી જર્ની એન્ડ પ્રોસ્પર્સ વેડેડ લાઇફ,હેપ્પી હનીમુન.”
“થેન્ક..યુ”
     હું ઘેર આવ્યો પણ મોડી રાત સુધી ઊંઘ પાસે ફરકવાનું નામ ન્હોતી લેતી.વિચારના વંટોળે ફરતાં છાયા અને યશવંત જ દેખતા હતાં. ક્યારેક મન ભૂતકાળના ભંમરિયા કૂવામાં ડુબકી મારતો હતો,પણ ક્યાંયથી કશા સગડ ન્હોતા મળતા.એ વિચારોમાં જ ક્યારે ઊંઘ આવી ગઇ ખબર ન પડી.બીજા દિવસ બપોરથી મદ્રાસ મિટિન્ગના રિપોર્ટ તૈયાર કરવામાં લાગી ગયો.ત્રણ દિવસ ક્યાં ગયા ખબર ન પડી.ચોથા દિવસે સવારના સાડા સાત વાગ્યામાં જ હું નાસ્તાની ટેબલ પર બેઠો હતો ત્યારે જ યશવંતનો ફોન આવ્યો.
“આવે છે ને?”
“હા!…હમણાં જ આવ્યો સમજ”
      હું યશવંતના ઘેર ગયો ત્યારે દરવાજા સામે મુકેલા સોફા પર બેસીને માધુભા છાપું વાંચતા હતાં.
“જ્યશ્રી કૃષ્ણ”
“જયશ્રી કૃષ્ણ…આવ સુમન,યશવંતને મળવા આવ્યો?”
“જી”
“આવ ભાઇ”રસોડામાંથી બહાર આવતી છાયાએ આવકાર્યો.
“યશવંત……?”
“ઉપર ટેરેસ પર તારી જ રાહ જોઇ રહ્યા છે”કહી છાયા સીડીઓ તરફ વળી અને ટેરેસ તરફ જવા લાગી હું પણ તેની પાછળ પાછળ જ ગયો.
“આવ સુમન,બેસ”કહી યશવંતે છાપું બાજુ પર મુકી ખાલી ખુરસી તરફ ઇશારો કર્યો,છાયા યશવંત ની બાજુમાં બેઠી.
કેમ છે તબિયત…?’મેં ઔપચારિક પ્રશ્ન કર્યો.
“મજામાં એટલે એકદમ મજામાં”
“કેમ રહ્યું મહાબળેશ્વર?”
“અરે!ફર્સ્ટકલાસ,ફરવા જવું હોય તો હમણાં આ સીઝનમાં જ જવું જોઇએ,બધ્ધે લીલુછમ અને ધુમ્મસ સુપર્બ…નહી છાયા?”
“તું આવ્યો હોત તો મજા પડત”
“પાછા ફિરકી લેવાના મુડમાં આવી ગયા?”
“અમે તો મુડમાં જ છીએ”
“ના,હું થડમાં છું”મેં કહ્યું ને બન્ને હસી પડ્યા.
     નોકર ચ્હા અને નાસ્તાની ટ્રે મુકી ગયો,છાયાએ કેટલમાંથી ત્રણ કપમાં ચ્હા રેડી અમને કપ આપી મારા તરફ નાસ્તો સરકાવતા કહ્યું
“લે,ભાઇ નાસ્તો કર”
“ના,નાસ્તો કરીને જ આવ્યો”
      ચુપચાપ ચ્હા પિવાઇ ગઇ,ચ્હાનો કપ ટીપોય પર મુકી સ્વસ્થ થતાં યશવંતે કહ્યું
“હં…તો હવે તને કહું કે આ બધું ક્યારે અને કેમ થયું”
“હા”
“વીથ યોર કાઇન્ડ પર્મિશન બધું જ કહી દઉ મેડમ?”યશવંતે ઊભા થઇ છાયા સામે ગોઠણિયા ટેકવી છાયાનો હાથ ચૂમતાં કહ્યું
“યા..ગો અહેડ,યુ મે પ્રોસીડ”છાયાએ શરમાતા કહ્યું
“થેન્ક…યુ માદામ”
“પેલી નાળિયેરની વાત તને ઇરાની હોટલમાં કહેલી અને તેં છાયા વિષે બધી વાત કરી કહેલું બધું ભુલી જા બરાબર?”
“અને પછી તું ક્યારે દેખાયો નહી કે મળ્યો નહી એટલે હું સમજેલો કે,વાત પુરી થઇ ગઇ ધી એન્ડ”
“બાકી ઘા ચુકી ગઇ,નહીતર નાળિયેર માથામાં જ મારવાનો વિચાર હતો નહી?”યશવંતે છાયા સામે જોઇ કહ્યું
“શું તમે પણ…..વાતની છાલ છોડતા નથી”છાયા મીઠો ઠપકો આપતાં કહ્યું
“ના,હો….!છાયાનો એવો કોઇ ઇરાદો ન્હોતો.તેણીએ તો તારા સ્પેર વ્હીલ પર જ મારેલું” મેં છાયાનો બચાવ કરતાં કહ્યું.
“અરે..!અરે…!હું તો મજાક કરતો હતો ભાઇ,મને બધી વાતની,ઇરાદાની વિગતવાર ખબર છે.”યશવંતે મારી પીઠ પર ધબ્બો મારતાં કહ્યું
“તો પછી આગળ ચલાવ”
“આપણે ઇરાનીમાંથી છુટા પડ્યા,પણ મને ક્યાંય ચેન ન્હોતું પડતું.મારે એકવાર છાયાને હકિકત જાણવા મળવું હતું.એક રવિવારે મેં વિભાને ફોન કરી બધી વાત કરી અને છાયાને એકસલવર્લ્ડમાં લઇ આવવા કહ્યું.નક્કી કરેલી જગાએ છાયા અને વિભા વેફર ખાતા વાતો કરતાં હતાં.હું સામે જઇ ઊભો રહ્યો.
“ચાલ વિભા આપણે બીજે ક્યાંક જઇએ”કહી છાયા ઊભી થઇ ગઇ.
“છાયા પ્લીઝ,હું તારી સાથે બે વાતો કરવા જ આવ્યો છું”
“છાયા પ્લીઝ બેસી જા અને સાંભળ,હું તને આ માટે જ અહીં લાવી છું”વિભાએ છાયાને બેસાડતા કહ્યું.
“વિભા શું તું પણ…?”કહેતા છાયા બેસી ગઇ અને બેસતાં કહ્યું
“જે કહેવું હોય તે વિભાની હાજરીમાં જ સાંભળિશ”
“ઓકે……”
“હું તને ગુંડો,મવાલી કે બદમાશ લાગું છું?”
“ના”
“કોઇ છોકરીઓને ફસાવનાર,લુચ્ચો,લફંગો કે આવારા લાગું છુ?”              
“ના”
“તો,હું શું તને કોઇ છોકરી પાછળ ફરતાં પાગલ પ્રેમી કે રોડ સાઇડ રોમિયો અથવા છોકરોની ઇજ્જતથી ખીલવાડ કરનાર ખંધો ખેલાડી લાગું છું?”
“ના”
“તો હું તને પસંદ નથી?”
“…..”છાયા મારા સામે જોઇ મરકી
“તને મારા પ્રેમમાં વિશ્વાશ નથી?”
“……”
“બોલ છાયા,તારા મનમાં જે પ્રશ્નો ઉદભવતા હોય એ ફ્રેન્કલી કહી દે”
“તું મને ગમે છે,પણ……”
“પણ શું?”
“પણ આપણો પ્રેમ પાંગરે અને પરિણયમાં ન પરીણમે તો જિન્દગીભરનો અફસોસ રહે.મારા પપ્પા મારૂં લગ્ન મારી મરજી મુજબ જ કરાવી આપે એમાં એ જરા પણ આનાકાની ન કરે.એમને બધી રીતે યોગ્ય લાગે અને પસંદ પડે એવા જ પાત્રને જ હું પસંદ કરૂં એ મારી ફરજ છે.પપ્પા ફકત માધુભાને શું તારા આખા ખાનદાનને ઓળખે છે અને તારા સાથે લગ્નની ના ન જ પાડે પણ….”
એકી શ્વાસે બોલતી છાયા શ્વાશ હેઠો બેસાડવા રોકાઇ.
“પણ શું….?”
“……”જરા થોભ એવા ભાવથી છાયાએ હાથ ઉચો કર્યો.
“પણ…મુખ્ય પ્રશ્ન એ છે કે,અમે રહ્યા સારસ્વત બ્રાહ્મણ અને તું છે ભાટિયા પરિવારનો,તું પરિવારમાં નાનો છે એટલે તારા પપ્પા તને કદાચ વધુ ચાહ્તા હશે, તો પણ આપણાં આંતરજ્ઞાતિય લગ્ન તેઓ મંજુર ન કરે,કદાચ તને ખોટી પાઇ પણ પરખાવ્યા વિના ઘરમાંથી રવાનો કરી દે તો?”
“…….”ત્યારે મેં ગાલ અને ખાડી પર હાથ ફેરવતાં વિભા સામે જોયું  
“…….”વિભાએ બનવા જોગ છે એવા ભાવથી મારા સામે જોયું
“મારા લીધે તારૂં થતું અપમાન હું સહન ન કરી શકું પણ…..”છાયા ફરી વખત અટકી
“પણ…..?”
“પણ જો તું તારા પગ ઉપર ઊભો રહી સ્વાવલંબી થઇ જાય તો,આપણા લગ્ન પછી આવો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપણને કોઇના આશ્રિત થવાનો સવાલ જ ઊભો ન થાય.પ્રેમથી પેટ ભરાતા નથી.પ્રેમ સાથે પેટીયુ રળવા પુરુષાર્થ પણ એટલો જ જરૂરી છે.”
“…..”મેં સહમતી દર્શાવતા માથું ધુણાવ્યું
“બોલ તું સ્વાવલંબી થઇને મારો હાથ માંગવા આવી શકીશ?જેને લોકો માધુભાના દિકરા તરિકે નહીં પણ યશવંત તરિકે ઓળખતા હોય તો હું તારી રાહ જોઇશ.બોલ આમ કરી શકીશ?”
“ત્યારે હમણાં ટેકવ્યા હતાં એમ જ ગોઠણ ટેકવીને છાયાને કહ્યું હતું ધેટ્સ અ પ્રોમિસ અને છાયાએ પણ પહેલી વખત મારો હાથ ચુમી કહ્યું હતું કે હું પણ તે દિવસની રાહ જોઇશ અને અમે સાથે જ એક્સલવર્લ્ડમાંથી બહાર આવ્યા હતા.(ક્રમશ)

“કાચો હીરો”(૨)

“કાચો હીરો”(૨)   
(ગતાંકથી ચાલુ)

  અમે રામપરમાં  રહેતા હતાં અને પપ્પા મુંબઇમાં ભાતબજારમાં એક દેશી પેઢીમાં મહેતાજીનું કામ કરતા હતાં.વખત જતાં થોડી ઘણી ઓળખાણ અને જ્યાં કામ કરતા હતાં એ શેઠ વિરચંદ વિશનજી ના પીઠબળથી હોલસેલના વેપારમાં જુકાવ્યુ અને હોલસેલનો વેપાર ફળ્યો.જુહુસ્કીમમાં નવા બંધાતા કોમ્પ્લેક્ષમાં એક ફ્લેટ ઓનરશિપમાં લીધો અને ત્યાર બાદ અમે પણ મુંબઇ રહેવા આવી ગયા.મને અને વિભાને એક સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું.અમે પહેલા માળે રહેતા હતા,તો અમારા ફ્લેટ ના બરાબર ઉપર બીજા માળે ભાગચંદભાઇ રહેવા આવ્યા હતાં.તેમનો એક નાનો જનરલ સ્ટોર હતો. કહેવત છે કે,ઘણી જગાઓ માણસના તકદીર બદલી નાખે છે.કંઇક એવું જ એમના સાથે પણ થયું.એ જુહુસ્કીમના ફ્લેટે એમના નશીબ આડેનું પાદડું હટાવી દીધું.વખત જ્તાં તેમના એ નાના જનરલ સ્ટોરમાંથી બે મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિક થયા.ભાગચંદભાઇની દિકરી છાયા હું અને વિભા એક જ સ્કૂલમાં જતાં,સાથે જ બેસી હોમવર્ક કરતાં અને સાથે જ રમતાં સાથે જ મોટા થયા.
      નાની ઢીંગલી જેવી છાયા જ્યારે કિશોરી થઇ ત્યારે એક વિશિષ્ટ લાક્ષણિકતા ઉભરી.બદામ જેવા આકારનો તેનો ચહેરો,ગાલમાં ઊંડા ખંજન,વાંકડિયા વાળની લહેરતી લટો અને તેમાં વિષેશ તેની ભૂરી માદક આંખો સાથે સદાય હસતો મોહક ચહેરો જોઇને કોઇ પણ તેના તરફ આકર્શિત થાય.
     કોલેજમાં છાયા એફ.વાયમાં આવી ત્યારે વિભા એસ.વાય માં હતી અને હું ટી.વાયમાં હતો 
કોલેજમાં મારા મિત્ર વર્તુળમાં મારી ઓળખાણ યશવંત સાથે થઇ.અમે અવારનવાર ફોન પર મળતાં.એક દિવસ એકાએક મિત્રોએ એરેન્જ કરેલ ગોવા ટ્રિપમાં હું આવીશ કે કેમ એ પુછવા તેણે ફોનપર મારો સંપર્ક કરવાની ટ્રાય કરેલી પણ હું મળ્યો નહી એટલે એ પુછવા એ મારે ઘેર આવ્યો અને નીચેથી જ બુમ પાડી ત્યારે એ બુમ સાંભળી બાલ્કનીમાં આવેલી છાયાને તેણે પહેલી વખત જોઇ.
“સાલા નીચેથી શું બુમાબુમ કરેછે ઉપર આવ”મેં બાલ્કનીમાં આવી કહ્યું
“બહુ જલ્દીમાં છું તું નીચે આવ”
“હા..બોલ?”મેં નીચે આવી કહ્યું
“સ્કુટર પર બેસ”
“પણ…..?”
“તું બેસતો ખરો”
      અમે કંપાઉન્ડની બહાર નીકળી થોડે દૂર ગયા ત્યારે યશવંતે સ્કુટર ઊભુ રાખ્યું એટલે સ્કુટર પરથી નીચે ઉતરી તેની સામે ઊભા રહી મેં પુછ્યું
“હા…બોલ”
“સેકન્ડ ફ્લોર પર પેલી કોણ છે?”
“ઇડિયટ આ પુછવા જ તું મને અહી સુધી લાવ્યો?”
“મજાક નહીમ કર પુછુ છું એનો જવાબ આપને”યશવંતના અવાજમાં અધિરાઇ દેખાઇ
“છાયા…કેમ?”
“આ પહેલાં કદી નજરે નથી પડી,નવા રહેવા આવ્યા છે?”
“ના…રે એતો વર્ષોથી અહી રહે છે જ્યારથી અમે રહીએ છીએ”
“પણ યાર તારા ઘેર તો ઘણી વાર આવ્યો છું,આ પહેલાં જોઇ નથી”
“બહુ બહાર નથી નિકળતી,પણ તું તારી વાત કરને”
“મારી વાત્?.. ..હાય..! વાત ન પુછ”
“એ મીયા મજનું તને બહુ ઉતાવળ હતીને તેની વાત કરને” 
“એ…હા!આપણું સર્કલ બે દિવસ માટે ગોવા જાય છે,તું આવીશ કે?”
“ત્યાં રહીશું ક્યાં?”
“જેકબના ફાર્મહાઉસ પર,બોલ શું વિચાર છે? પપ્પા પાસેથી ગાડી માંગી લીધી છે એટલે આપણી મરજીથી જઇશું અને આપણી મરજીથી બધે જગાએ ફરીશું અને આપણી મરજીથી આવીશું”
“ઓ.કે. તો જઇએ”
“તને ઘેર મુકી દઉ”
“ના,તું તારે જા”
“સ્કુટર પર બેસ કહ્યુંને”
         એ ઘેર મુકવા આવ્યો ત્યારે છાયા તડકામાં ઊભી રહી વાળમાં કાંસકો ફેરવતી હતી,યશવંત તેણીની તરફ જોઇ મરક્યો અને જતો રહ્યો.આ પ્રસંગ બાદ યશવંતના મારા ઘર પર ચક્કર વધી ગયા,એ છાયાને જોવા મારા ઘેર આવવાને બદલે મને જ નીચેથી બુમ મારી બોલાવતો.એક દિવસ તે મને બોલાવવા આવ્યો ત્યારે હું મળ્યો નહીં એટલે તે ત્રણ વખત ચક્કર મારી ગયો.છેલ્લા ચક્કર વખતે પાછા જતાં યશવંતના સ્કુટરના સ્પેર વ્હીલ પર છાયાએ પીધેલું ખાલી નાળીયેર માર્યુ.તેણીના સામે મરકવાનો આ યશવંતને જવાબ હતો.નાળીયેરના પ્રહારથી એ જરા બેલેન્સ ચૂકી ગયો અને પડતાં માંડ માંડ બચ્યો.સાજે અમારી ફેવરેટ ઇરાની હોટલમાં અમે મળ્યા ત્યારે તેણે છાયાએ મારેલા લીલા નાળીયેરની વાત કરી એ સાંભળીને હું હસી હસીને લોટપોટ થઇ ગયો.
“સાલા મારો જીવ જાય છે અને તને મજાક સુઝે છે?”
“જો ભાઇ તું છાયાના પ્રેમમાં પડી ગયો છે.એમાં તારો વાંક નથી પણ તેણીનો સદા હસ્તો મોહક ચહેરો અને તેણીની માદક ભૂરી આંખોને જોઇને કોઇ પણ મોહમાં પડી જાય.સાચી વાત એ છે કે તેણી તદન સીધી સાદી છોકરી છે અને પોતાના ચહેરા અને રૂપરંગ વીષે સંપૂર્ણ સભાન છે.તેણી એવી બાબતોમાં પડે એવી નથી.તું એમ પણ ન સમજતો કે એ તને રમાડી રહી છે.તેણિ કોઇને રમાડવામાં માનતી નથી.હું તો તેણીને બાલપણથી જ ઓળખું છું એટલે તેણી તારા પ્રેમમાં છે એ ભ્રમ તારા મગજમાંથી કાઢી નાખ ાને બધું ભૂલીજા. 
           યશવંત મારી વાત ધ્યાનથી વચ્ચે કોઇપણ સવાલ કર્યા વગર ચુપચાપ સાંભળતો  રહ્યો.
આ બાબત આગળ કશી વાત કરી નહી,ત્યાર બાદ એવ કદી મારા ઘેર પણ આવ્યો નહી તેથી હું સમજ્યો કે પ્રેમકહાણી પૂરી થઇ ગઇ.એક દિવસ મેં તેના ઘેર ફોન કર્યો તો સમાચાર મળ્યા કે યશવંત મદ્રાસ ચાલ્યો ગયૉ છે અને હવે તે ત્યાં જ રહેશે.(ક્રમશ)

(ગતાંકથી ચાલુ)

  અમે રામપરમાં  રહેતા હતાં અને પપ્પા મુંબઇમાં ભાતબજારમાં એક દેશી પેઢીમાં મહેતાજીનું કામ કરતા હતાં.વખત જતાં થોડી ઘણી ઓળખાણ અને જ્યાં કામ કરતા હતાં એ શેઠ વિરચંદ વિશનજી ના પીઠબળથી હોલસેલના વેપારમાં જુકાવ્યુ અને હોલસેલનો વેપાર ફળ્યો.જુહુસ્કીમમાં નવા બંધાતા કોમ્પ્લેક્ષમાં એક ફ્લેટ ઓનરશિપમાં લીધો અને ત્યાર બાદ અમે પણ મુંબઇ રહેવા આવી ગયા.મને અને વિભાને એક સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું.અમે પહેલા માળે રહેતા હતા,તો અમારા ફ્લેટ ના બરાબર ઉપર બીજા માળે ભાગચંદભાઇ રહેવા આવ્યા હતાં.તેમનો એક નાનો જનરલ સ્ટોર હતો. કહેવત છે કે,ઘણી જગાઓ માણસના તકદીર બદલી નાખે છે.કંઇક એવું જ એમના સાથે પણ થયું.એ જુહુસ્કીમના ફ્લેટે એમના નશીબ આડેનું પાદડું હટાવી દીધું.વખત જ્તાં તેમના એ નાના જનરલ સ્ટોરમાંથી બે મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિક થયા.ભાગચંદભાઇની દિકરી છાયા હું અને વિભા એક જ સ્કૂલમાં જતાં,સાથે જ બેસી હોમવર્ક કરતાં અને સાથે જ રમતાં સાથે જ મોટા થયા.
      નાની ઢીંગલી જેવી છાયા જ્યારે કિશોરી થઇ ત્યારે એક વિશિષ્ટ લાક્ષણિકતા ઉભરી.બદામ જેવા આકારનો તેનો ચહેરો,ગાલમાં ઊંડા ખંજન,વાંકડિયા વાળની લહેરતી લટો અને તેમાં વિષેશ તેની ભૂરી માદક આંખો સાથે સદાય હસતો મોહક ચહેરો જોઇને કોઇ પણ તેના તરફ આકર્શિત થાય.
     કોલેજમાં છાયા એફ.વાયમાં આવી ત્યારે વિભા એસ.વાય માં હતી અને હું ટી.વાયમાં હતો .કોલેજમાં મારા મિત્ર વર્તુળમાં મારી ઓળખાણ યશવંત સાથે થઇ.અમે અવારનવાર ફોન પર મળતાં.એક દિવસ એકાએક મિત્રોએ એરેન્જ કરેલ ગોવા ટ્રિપમાં હું આવીશ કે કેમ એ પુછવા તેણે ફોનપર મારો સંપર્ક કરવાની ટ્રાય કરેલી પણ હું મળ્યો નહી એટલે એ પુછવા એ મારે ઘેર આવ્યો અને નીચેથી જ બુમ પાડી ત્યારે એ બુમ સાંભળી બાલ્કનીમાં આવેલી છાયાને તેણે પહેલી વખત જોઇ.
“સાલા નીચેથી શું બુમાબુમ કરેછે ઉપર આવ”મેં બાલ્કનીમાં આવી કહ્યું
“બહુ જલ્દીમાં છું તું નીચે આવ”
“હા..બોલ?”મેં નીચે આવી કહ્યું
“સ્કુટર પર બેસ”
“પણ…..?”
“તું બેસતો ખરો”
      અમે કંપાઉન્ડની બહાર નીકળી થોડે દૂર ગયા ત્યારે યશવંતે સ્કુટર ઊભુ રાખ્યું એટલે સ્કુટર પરથી નીચે ઉતરી તેની સામે ઊભા રહી મેં પુછ્યું
“હા…બોલ”
“સેકન્ડ ફ્લોર પર પેલી કોણ છે?”
“ઇડિયટ આ પુછવા જ તું મને અહી સુધી લાવ્યો?”
“મજાક નહીમ કર પુછુ છું એનો જવાબ આપને”યશવંતના અવાજમાં અધિરાઇ દેખાઇ
“છાયા…કેમ?”
“આ પહેલાં કદી નજરે નથી પડી,નવા રહેવા આવ્યા છે?”
“ના…રે એતો વર્ષોથી અહી રહે છે જ્યારથી અમે રહીએ છીએ”
“પણ યાર તારા ઘેર તો ઘણી વાર આવ્યો છું,આ પહેલાં જોઇ નથી”
“બહુ બહાર નથી નિકળતી,પણ તું તારી વાત કરને”
“મારી વાત્?.. ..હાય..! વાત ન પુછ”
“એ મીયા મજનું તને બહુ ઉતાવળ હતીને તેની વાત કરને” 
“એ…હા!આપણું સર્કલ બે દિવસ માટે ગોવા જાય છે,તું આવીશ કે?”
“ત્યાં રહીશું ક્યાં?”
“જેકબના ફાર્મહાઉસ પર,બોલ શું વિચાર છે? પપ્પા પાસેથી ગાડી માંગી લીધી છે એટલે આપણી મરજીથી જઇશું અને આપણી મરજીથી બધે જગાએ ફરીશું અને આપણી મરજીથી આવીશું”
“ઓ.કે. તો જઇએ”
“તને ઘેર મુકી દઉ”
“ના,તું તારે જા”
“સ્કુટર પર બેસ કહ્યુંને”
         એ ઘેર મુકવા આવ્યો ત્યારે છાયા તડકામાં ઊભી રહી વાળમાં કાંસકો ફેરવતી હતી,યશવંત તેણીની તરફ જોઇ મરક્યો અને જતો રહ્યો.આ પ્રસંગ બાદ યશવંતના મારા ઘર પર ચક્કર વધી ગયા,એ છાયાને જોવા મારા ઘેર આવવાને બદલે મને જ નીચેથી બુમ મારી બોલાવતો.એક દિવસ તે મને બોલાવવા આવ્યો ત્યારે હું મળ્યો નહીં એટલે તે ત્રણ વખત ચક્કર મારી ગયો.છેલ્લા ચક્કર વખતે પાછા જતાં યશવંતના સ્કુટરના સ્પેર વ્હીલ પર છાયાએ પીધેલું ખાલી નાળીયેર માર્યુ.તેણીના સામે મરકવાનો આ યશવંતને જવાબ હતો. નાળીયેરના પ્રહારથી એ જરા બેલેન્સ ચૂકી ગયો અને પડતાં માંડ માંડ બચ્યો.સાજે અમારી ફેવરેટ ઇરાની હોટલમાં અમે મળ્યા ત્યારે તેણે છાયાએ મારેલા લીલા નાળીયેરની વાત કરી એ સાંભળીને હું હસી હસીને લોટપોટ થઇ ગયો.
“સાલા મારો જીવ જાય છે અને તને મજાક સુઝે છે?”
“જો ભાઇ તું છાયાના પ્રેમમાં પડી ગયો છે.એમાં તારો વાંક નથી પણ તેણીનો સદા હસ્તો મોહક ચહેરો અને તેણીની માદક ભૂરી આંખોને જોઇને કોઇ પણ મોહમાં પડી જાય.સાચી વાત એ છે કે તેણી તદન સીધી સાદી છોકરી છે અને પોતાના ચહેરા અને રૂપરંગ વીષે સંપૂર્ણ સભાન છે.તેણી એવી બાબતોમાં પડે એવી નથી.તું એમ પણ ન સમજતો કે એ તને રમાડી રહી છે.તેણિ કોઇને રમાડવામાં માનતી નથી. હું તો તેણીને બાલપણથી જ ઓળખું છું એટલે તેણી તારા પ્રેમમાં છે એ ભ્રમ તારા મગજમાંથી કાઢી નાખ ાને બધું ભૂલીજા. 
           યશવંત મારી વાત ધ્યાનથી વચ્ચે કોઇપણ સવાલ કર્યા વગર ચુપચાપ સાંભળતો  રહ્યો.
આ બાબત આગળ કશી વાત કરી નહી,ત્યાર બાદ એવ કદી મારા ઘેર પણ આવ્યો નહી તેથી હું સમજ્યો કે પ્રેમકહાણી પૂરી થઇ ગઇ.એક દિવસ મેં તેના ઘેર ફોન કર્યો તો સમાચાર મળ્યા કે યશવંત મદ્રાસ ચાલ્યો ગયૉ છે અને હવે તે ત્યાં જ રહેશે.(ક્રમશ)