“મંજુષા“
ભેટ તેં આપી હતી એ મંજુષા;
હ્રદયને ચાંપી હતી એ મંજુષા.
લાગણીના ફૂલ તાજા મઘમઘે;
બાગ સમ વ્યાપી હતી એ મંજુષા.
સ્પર્શથી સ્પંદન અનેરા જાગતા;
યાદની સરિતા ઉછળતી મંજુષા.
ગ્રિષ્મના વૈશાખ તપતા હો ભલે;
શીત શબનમ આપતી એ મંજુષા.
કાષ્ટ ચંદનની નથી એ ભેટ પણ;
દિલ “ધુફારી“નું ધબકતી મંજુષા.
૧૨/૧૨/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply