“બાકી હજુ“
જિન્દગીને માણવી બાકી હજુ;
ને બરાબર જાણવી બાકી હજુ.
એકસોમાં વીસ થાતાં કેટલા?;
એ કસોટી નાણવી બાકી હજુ.
વાવ કેરા દેડકા સમ જિન્દગી;
ખાખ જગની છાણવી બાકી હજુ.
જિન્દગી લાંબી હજુ છે કેટલી?;
ના ગમે પણ તાણવી બાકી હજુ.
છે “ધુફારી” દિલ મહીં ખુશિયો ઘણી;
આત્મજનમાં લ્હાણવી બાકી હજુ.
૨૩/૧૨/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply