“તો વખાણું“
નયનથી નિમંત્રણ મળે તો વખાણું;
ને શબ્દો સરસ જો જડે તો વખાણું.
ગુલાબી છે હોઠો ને ગાલો ગુલાબી;
રસીલા ઉભય જો મળે તો વખાણું.
છે કાજળથી કાળા નયન આ તમારા;
જરી જો પલક એ ઢળે તો વખાણું.
સુરાહી સમાણી છે ગરદન તમારી;
એ શબ્દો મધુરા કરે તો વખાણું.
છે ચહેરે છવાઇ રૂપાળી એ મખમલ;
મને જો હટાવા મળે તો વખાણું.
છે આરસ ઘડેલી તમારી છબી એ;
“ધુફારી” પનારે પડે તો વખાણું.
૦૧/૦૧/૧૯૯૭
Filed under: Poem |
Leave a Reply