“આંખના આંસુ“
લુછશો ક્યાંથી એ આંસુ આંખના;
જે ગયા સુકાઇ આંસુ આંખના.
છે નકામી આશ ત્યાં લિલાશની;
પાંદડું ના એક પણ જ્યાં સાંખમાં.
આંખમાં ઉડી પડે ફંફોસતાં;
જ્યાં નથી અંગાર કોઇ રાખમાં.
આભમાં પંખી કહો ક્યાંથી જશે;
છે બધા પીંછ ખરેલા પાંખના.
ના “ધુફારી” જિન્દગી પાછી મળે;
શું કરે ઢગલા કરો જો લાખના.
૩૦/૧૨/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply