“તો વખાણું”

તો વખાણું

 

નયનથી નિમંત્રણ મળે તો વખાણું;

ને શબ્દો સરસ જો જડે તો વખાણું.

 

ગુલાબી છે હોઠો ને ગાલો ગુલાબી;

રસીલા ઉભય જો મળે તો વખાણું.

 

છે કાજળથી કાળા નયન તમારા;

જરી જો પલક ઢળે તો વખાણું.

 

સુરાહી સમાણી છે ગરદન તમારી;

શબ્દો મધુરા કરે તો વખાણું.

 

છે ચહેરે છવાઇ રૂપાળી મખમલ;

મને જો હટાવા મળે તો વખાણું.

 

છે આરસ ઘડેલી તમારી છબી ;

ધુફારીપનારે પડે તો વખાણું.

 

૦૧/૦૧/૧૯૯૭

“ચાલ્યા જજો”

ચાલ્યા જજો

 

ના રહે જો હોશ તો ચાલ્યા જજો;

ના હસે અફસોસ બસ ચાલ્યા જજો .

 

કેશ કેરા મોગરાને સુંગતાં;

હું બનું બેહોશ તો ચાલ્યા જજો.

 

કાંચ કેરી ચૂડીઓ ખનક્ય કરે;

બને ખામોશ તો ચાલ્યા જજો.

 

સ્પર્શ તારો રોમ રોમાંચિત કરે;

હું બનું મદહોશ તો ચાલ્યા જજો.

 

ધુફારીઉર બહુ તલસ્યું તને;

લઇ મને આગોશમાં ચાલ્યા જજો.

 

૦૧/૦૧/૧૯૯૭

“આંખના આંસુ”

આંખના આંસુ

 

લુછશો ક્યાંથી આંસુ આંખના;

જે ગયા સુકાઇ આંસુ આંખના.

 

છે નકામી આશ ત્યાં લિલાશની;

પાંદડું ના એક પણ જ્યાં સાંખમાં.

 

આંખમાં ઉડી પડે ફંફોસતાં;

જ્યાં નથી અંગાર કોઇ રાખમાં.

 

આભમાં પંખી કહો ક્યાંથી જશે;

છે બધા પીંછ ખરેલા પાંખના.

 

નાધુફારીજિન્દગી પાછી મળે;

શું કરે ઢગલા કરો જો લાખના.

 

૩૦/૧૨/૧૯૯૬

“બાકી હજુ”

બાકી હજુ

 

જિન્દગીને માણવી બાકી હજુ;

ને બરાબર જાણવી બાકી હજુ.

 

એકસોમાં વીસ થાતાં કેટલા?;

કસોટી નાણવી બાકી હજુ.

 

વાવ કેરા દેડકા સમ જિન્દગી;

ખાખ જગની છાણવી બાકી હજુ.

 

જિન્દગી લાંબી હજુ છે કેટલી?;

ના ગમે પણ તાણવી બાકી હજુ.

 

છેધુફારીદિલ મહીં ખુશિયો ઘણી;

આત્મજનમાં લ્હાણવી બાકી હજુ.

 

૨૩/૧૨/૧૯૯૬

“મંજુષા”

મંજુષા

 

ભેટ તેં આપી હતી મંજુષા;

હ્રદયને ચાંપી હતી મંજુષા.

 

લાગણીના ફૂલ તાજા મઘમઘે;

બાગ સમ વ્યાપી હતી મંજુષા.

 

સ્પર્શથી સ્પંદન અનેરા જાગતા;

યાદની સરિતા ઉછળતી મંજુષા.

 

ગ્રિષ્મના વૈશાખ તપતા હો ભલે;

શીત શબનમ આપતી મંજુષા.

 

કાષ્ટ ચંદનની નથી ભેટ પણ;

દિલધુફારીનું ધબકતી મંજુષા.

 

૧૨/૧૨/૧૯૯૬