“વાત કર”

વાત કર

 

દિલ મહીં જાગી રહેલા દર્દ કેરી વાત કર;

લાગણી લાગી રહેલી શર્દ કેરી વાત કર.

 

અન્યને ઉપદેશવાની ઘેલછા જેને નથી;

કોઇ એવા આપણા હમદર્દ કેરી વાત કર.

 

સાવ નોખા માનવી માટી બધી નોખી હશે;

એમ કોનોખા ઘડેલા મર્દ કેરી વાત કર.

 

જ્યાં નજર પડતી બધે પથરાયેલી લીલાશમાં

પર્ણ કો પાકી પડેલા જર્દ કેરી વાત કર.

 

ધુફારીને ખબર છે કેમ ખુશ્બુ માણવી;

અત્તર સમાણા લાગણીના વર્દ કેરી વાત કર.

 

૦૧/૧૦/૧૯૯૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: