“મારી ગઇ“
જે નજરપર હું મરેલો એ મને મારી ગઇ;
એ અદા એવી હતી તારી મને મારી ગઇ.
રાહમાં જાતા મને એ વિજળી ક્યાંથી પડી?;
દિલ મહીં અંગાર છાનો એ કશો બાળી ગઇ.
છે બધે વરસાદ પણ મારા મહીં અંગાર છે;
ને હવે કો‘દિન શું કો‘રાત ના સારી ગઇ.
છે “ધુફારી“ને ખબર કે આગ છે સરખી બધે;
એકલો બેચેન હું ના ચેન પણ તારી ગઇ.
૨૭/૧૧/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply