“બનતું નથી‘
દેહને દિલથી હવે બનતું નથી;
ને ઉભયનું વેર પણ સમતું નથી.
દિલ મહીં સાગર ઉછાળા મારતું;
દેહના વિસ્તારમાં સમતું નથી.
દિલ કુરંગી બાળ સમ કૂદયા કરે;
દેહ પાછળ એમના ભમતું નથી.
કોઇને ભગવાન દિલ માને ભલે;
સર “ધુફારી“નું બધે નમતું નથી.
૦૫/૧૨/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply