“ના દાખવો“
પ્રેમની માયા મને ના દાખવો;
છે અજાણી ચીજ એ ના દાખવો.
મેં સતત અવહેલના ને જોઇ છે;
આરસી આશા તણી ના દાખવો.
છે ભટકવું ભાગ્યમાં મારા અહીં;
ના મળે મંઝિલ દિશા ના દાખવો.
હાસ્ય હું ભૂલી ગયો છું ક્યારનો;
છે નકામા ખેલ એ ના દાખવો.
છે “ધુફારી” જીવમાં શાંતિ બધે;
ધ્યાનના ધામો મને ના દાખવો.
૨૮/૧૧/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply