“ચાલી જશે“
એમની જે છે કરામત એમને વ્હાલી હશે;
શિખવાની કોઇ શાળા ના જગત ચાલી હશે.
પાંચમાં કો‘માળથી કાંડી સળગતી નાખશે;
ને પછી અંગારથી અણજાણ થઇ ચાલી જશે.
ફૂલની આડસ મહીં એ મારસે પથ્થર તને;
ને પછી આંસુ મગરના સારતી ચાલી જશે.
પ્રેમના ઊંઠા ભણાવી ને તને મજનું કરી;
ને પછી લૈલા એ તારી કોઇ સંગ ચાલી જશે.
દિલ રમકડું છે રૂપાળું મનભરીને ખેલશે;
ને પછી ઠોકર લગાડી તોડતી ચાલી જશે.
એમના પરચા ગણું તો આયખું ઓછું પડે;
હાથ ના લાગ્યો “ધુફારી” તો હસી ચાલી જશે.
૦૧/૧૨/૧૯૯૬
Filed under: Poem |
Leave a Reply