“ક્યાંથી મળે?”

ક્યાંથી મળે?”

 

શોધવા જો જાઉ તો ભગવાન પણ મુજને મળે;

પણ અગર માશુક શોધું તો મને ના મળે.

 

દિલ તણી દિવાલપર તારી છબીને જોઇને;

હું તને શોધું બધીમાં કહો ક્યાંથી મળે?

 

એકપળ ઊભરાય તારો પ્રેમ ને બીજી પળે;

એટલી ધુંધવાય જેનો કોઇ ના જોટો જડે.

 

છાંયણા તડ્કા સમાણા પ્રેમની આદત મને;

ના ખમાતું પ્રેમ કે નફરત સતત મુજને મળે.

 

કાંઠલા પાકા ઘડે તો ના ચડાવી કોશકે;

દિલ પદારથ તો નથી કે ઢાળવાથી ઢળે.

 

પ્રેમથી આપેલ દિલ ને દિલ બદલ દિલ લઇ ગઇ;

ધુફારીદિલ હવે બીજું કહો ક્યાંથી મળે.

 

૨૭/૧૧/૧૯૯૬ 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: